શહેરના ગુલાબનગર ઓવર બ્રિજનીચે અજાણ્યા યુવકની શારીરિક ઇજાના નિશાન સાથે શંકાસ્પદ લાશ પડી હોવાના સમાચાર મળતા આસપાસના લોકો ટોળે વળ્યા હતા તેવામાં કોઈએ પોલીસને જાણ કરતા ઘટનાસ્થળે પોલિસ દોડી જઈ ઓળખ મેળવવાની તજવીજ હાથ ધરી હતી

પ્રાપ્ત વિગત મુજબ આજે સવારે શહેરના ગુલાબનગર પાસેના ઓવરબ્રિજ પાસે ૨૦ થી ૨૫ વર્ષીય યુવકની મૃતદેહ પડયો હોવાની જાણ થતા લોકોના ટોળા એકઠા થયા હતા અને મૃતક યુવકના માથાના ભાગે ઇજાના નિશાન હતા મોઢામાંથી તેમજ નાકમાંથી લોહી વહી રહ્યું હતું તેવામાં કોઈ જાગૃત નાગરકો પોલીસને જાણ કરતા પોલીસ દોડી આવી હતી અને યુવકની ઓળખ મેળવવા દિશામાં તપાસ આંરભી કારણ જાણવા મૃતદેહને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.