*રાજુલા શહેરમાં થયેલ મોટર સાયકલ ચોરીના અનડીટેકટ ગુનાનો પોકેટ કોપ મોબાઇલની મદદથી ભેદ ઉકેલી ચોરીમાં ગયેલ મોટર સાયકલ સાથે એક ઇસમને ગણતરીની કલાકોમાં પકડી પાડી ચોરીના અનડીટેકટ ગુનાનો ભેદ ઉકેલતી રાજુલા પોલીસ ટીમ*

💫 *ગુનાની વિગત-*

               ગઇ તા.૧૧/૦૯/૨૦૨૨ ના કલાક-૧૧/૧૫ થી કલાક-૧૨/૧૫ વાગ્યા દરમ્યાન રાજુલા, તત્વ જ્યોતિ વિસ્તાર, ગઢની રાંગ પાસે,શેરીમાંથી ફરી.શ્રીનું મોટર સાયકલ રજીસ્ટર નંબર-GJ 14 AN 2561 ચેસિસ નંબર- MBLHAR07J5F07199 તથા એન્જીન નંબર-

HA10AGJ5F11492 કાળા કલરનું ,મોરા ઉપર “ જય માતાજી ” લખેલ, મોટર સાયકલ આશરે કિ.રૂ.૨૦,૦૦૦/-ની કોઇ અજાણ્યો ચોર ઇસમ ચોરી કરી લઇ જઇ ગુન્હો કરેલ હોય જે અંગે કલ્પેશભાઇ અશોકભાઇ ચુડાસમા રહે.રાજુલાનાઓએ ફરીયાદ આપતા, અજાણ્યા આરોપી વિરૂધ્ધ *રાજુલા પો.સ્ટે,એ-પાર્ટ ગુ.ર.નં.*

*૧૧૧૯૩૦૫૦૨૨૦૮૨૮/૨૦૨૨* *આઇ.પી.સી. કલમ-૩૭૯* મુજબનો ગુનો રજી.થયેલ હતો. સદર ગુનાની આગળની તપાસ બી.એમ.વાળા, અનાર્મ હેડ કોન્સ., રાજુલા પો.સ્ટે.નાઓ ચલાવી રહેલ હતા.

             ભાવનગર રેન્જ આઇ.જી. શ્રી અશોક કુમાર સાહેબ નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમાં બનતા મિલ્કત સબંધી ગુનાઓ ડીટેક્ટ કરવા સુચના આપેલ હોય,*અમરેલી પોલીસ અધિક્ષક શ્રી હિમકર સિંહ* *સાહેબ તેમજ નાયબ* *પોલીસ અધિક્ષક શ્રી એચ.બી.વોરા* *સાહેબ* *સાવરકુંડલા વિભાગ* નાઓએ મિલ્કત સબંધી ગુનાના આરોપીઓને શોધી કાઢી, તેમના વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવાં અને વણશોધાયેલ ગુનાઓ ડીટેક્ટ કરવા સુચના અને માર્ગદર્શન આપેલ હતું.

             જે અન્વયે રાજુલા પો.સ્ટે.ના પોલીસ ઇન્સ.શ્રી એ.એમ.દેસાઇનાઓની રાહબરી હેઠળ ગઇ તા.૨૧/૦૯/૨૨

 નાં રોજ ઉપરોક્ત ગુનાને અંજામ આપી નાસી ગયેલ આરોપીની તપાસ કરનાર શ્રી બી.એમ.વાળા, અનાર્મ હેડ કોન્સ.નાઓએ *ચોરી થયેલ સ્થળ નજીકના સી.સી.ટી.વી કેમરાના ફુટેઝ તથા વાહનોના નંબરો પોકેટ કોપ મોબાઇલમાં સર્ચ કરી,તેમજ ખાનગી બાતમીદારો મારફતે* આરોપી અંગે ચોકકસ બાતમી મેળવી, ઉપરોક્ત ચોરીના ગુનાને અંજામ આપનાર આરોપીને ચોરીમાં ગયેલ મોટર સાયકલ સાથે ગણતરીની કલાકોમાં પકડી પાડી મોટર સાયકલ ચોરીનો ભેદ ઉકેલેલ છે.

💫 *પકડાયેલ આરોપીની વિગત-*

(૧) વિઠલભાઇ કાળુભાઇ ડોડીયા ઉ.વ.૩૯ ધંધો.મજુરી રહે.બોરાળા બસ સ્ટેશનમાં તા.ખાંભા જિ.અમરેલી

💫 *કબ્જે કરેલ મુદામાલ-*

હિરો હોન્ડા કંપનીની સ્પ્લેન્ડર મોટર સાયકલ રજીસ્ટર નંબર-GJ 14 AN 2561 કિ.રૂ.૨૦,૦૦૦/-

💫 *શોધાયેલ ગુન્હાઓ-*

 રાજુલા પો.સ્ટે ગુ.ર.નં.-

૧૧૧૯૩૦૫૦૨૨૦૮૨૮/૨૦૨૨ આઇ.પી.સી. કલમ-૩૭૯ મુજબ

               આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષક શ્રી હિમકર સિંહ સાહેબ તેમજ નાયબ પોલીસ અધિક્ષક શ્રી એચ.બી.વોરા સાહેબ સાવરકુંડલા વિભાગનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ રાજુલા પો.સ્ટે.ના પોલીસ ઇન્સપેકટર શ્રી એ.એમ.દેસાઇ તથા ટાઉન બીટ ઇન્ચાર્જ બી.એમ.વાળા, અનાર્મ હેડ કોન્સ તથા દિનેશભાઇ દયાળભાઇ મકવાણા તથા ઘનશ્યામભાઇ હસમુખભાઇ મહેતા અનાર્મ પો.કોન્સ તથા ભરતસિંહ લાખાભાઇ ગોહીલ અનાર્મ પો.કોન્સ તથા લોકરક્ષક મેહુલભાઇ કાળુભાઇનાઓ દ્વારા કરવામાં આવેલ છે

રિપોર્ટર. ભરતભાઇ ખુમાણ રાજુલા/ અમરેલી .