વઢવાણ તાલુકાનાં વસ્તડી ગામના પાદરમાંથી બેફામ રેતી ચોરી થતી હોવાની ફરિયાદ સાથે ગ્રામજનો અને સરપંચે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યુ છે અને પગલા લેવાની રજૂઆત કરી માંગણી કરી છે. અન્યથા આંદોલન કરવાની ચિમકી આપવામાં આવી હતી.આ અંગેની જાણવા મળતી વધુ વિગત એવી છેકે, વઢવાણ તાલુકાનાં વસ્તડી ગામનાં ગ્રામજનો અને સરપંચે જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરતા જણાવ્યુ છેકે, વસ્તડી ગામમાં છેલ્લા ઘણા સમયથી ગેરકાયદેસર રેતીચોરી થાય છે. વારંવાર રજુઆતો કરવા છતાં પગલા લેવામાં આવતા નથી. રેતી ચોરીના લીધે નદીમાં રહેલા કૂવા, બોર અને પાઈપલાઈનને મોટાપાયે નુકશાન થાય છે. સરકારી તિજોરીને પણ કરોડોનું નુકશાન થઇ રહ્યું છે. આ રજૂઆતમાં એમપણ જણાવાયુ છેકે, રાજકીય વગ ધરાવતા અને માથાભારે શખ્સો દ્વારા રેતીચોરી અને ઓવરલોડ ડમ્પરોનું વહન થઇ રહ્યું છે.ગામના માણસો આવા લોકો સામે અવાજ ઉઠાવે તો ધમકીઓ મળે છે. ખાણખનીજ વિભાગ દ્વારા કયા કારણોસર આવા ભુમાફિયા તત્વોને છાવરવામાં આવી રહ્યાં હોવાનો આક્ષેપ પણ કરાયો છે. જો તાત્કાલીક ધોરણે રેતીચોરીનુ દૂષણ બંધ કરાવવામાં નહીં આવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચિમકી આપવામાં આવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
મોરબી : મીઠાનાં ઓવરલોડ ટ્રકોનો ત્રાસ | SatyaNirbhay News Channel
મોરબી : મીઠાનાં ઓવરલોડ ટ્રકોનો ત્રાસ | SatyaNirbhay News Channel
Junagadh flood : જૂનાગઢમાં ભારે વરસાદે ભવનાથમાં સર્જેલી તારાજીને લઇ શું કહ્યું પ્રવાસીઓએ ? |
Junagadh flood : જૂનાગઢમાં ભારે વરસાદે ભવનાથમાં સર્જેલી તારાજીને લઇ શું કહ્યું પ્રવાસીઓએ ? |
New-generation Bentley Flying Spur की पहली झलक आई सामने, इन खूबियों के साथ साल के अंत तक मार सकती है एंट्री
नई पीढ़ी की बेंटले फ्लाइंग स्पर में W12 मोटर की जगह ज्यादा परफॉरमेंस और पर्यावरण के अनुकूल...
દાહોદ શહેર બંધના એલાન ને વેપારીઓનો સમર્થન...
મણિપુરની ઘટનાના પડઘા ગુજરાતમાં પણ જોવા મળ્યા હતા આદિવાસી પરિવાર દ્વારા દાહોદ શહેર બંધના...