પાસપોર્ટ અંગે પૂછપરછ માટે અમદાવાદના હેલ્પ લાઈન નંબરો ન ઉચકતા છોટાઉદેપુર જિલ્લાની પ્રજા પરેશાન થઈ જવા પામી છે. 

            વર્તમાન સમય આધુનિક યુગ આવી ગયો છે. પૈસાની લેવડ દેવળ માટે પણ હવે બેંકમાં જવાની જરૂર નથી ત્યારે આવા આધુનિક યુગમાં પણ અમદાવાદ પાસપોર્ટ હેલ્પલાઇન નંબરો ઊંચકવામાં ન આવતા સમગ્ર ગુજરાતની પ્રજાને પરેશાનીની નો સામનો કરવો પડી રહ્યો છે. છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુરમાં પતિ પત્નીના રીન્યુ પાસપોર્ટ માટેની કામગીરી કરવામાં આવી હોય, પત્નીનો પાસપોર્ટ આવી ગયો જ્યારે પતિનો પાસપોર્ટ એક માસનો સમય વીતી ગયો હોવા છતાં આવ્યો નથી. પાસપોર્ટ કેમ હજુ આવ્યું નથી તે અંગે ઓનલાઇન ફોન કરી તપાસ કરતા તમારો પાસપોર્ટ અમદાવાદ ઓફિસમાં છે અમદાવાદ હેલ્પલાઇન નંબર આપે છે જે બે નંબર ૦૭૯૨૬૩૦૯૧૦૩, ૦૭૯૨૬૩૦૦૬૦૩ જેની ઉપર સવારે ૧૦ થી બપોરના ૩ વાગ્યા સુધી સોમથી શુક્ર વાત કરી શકાશે તેમ જણાવવામાં આવે છે. પરંતુ કોઈપણ સમયમાં આ ફોનો ઉઠાવવામાં આવતા જ નથી. જેનાથી જનતા પરેશાન થઈ જવા પામી છે. વર્તમાન સરકારે પોતાની દરેક વસ્તુનું અપડેટ ઓનલાઇન જનતાને મળી જાય અને જનતાને કોઈ તકલીફ ન પડે તે માટે વિવિધ આયોજનો કર્યા છે. ત્યારે પાસપોર્ટ જેવી મહત્વની વસ્તુનું અપડેટ મળતું જ નથી. નવીન પાસપોર્ટ બનાવવાનો હોય તો ઠીક છે પરંતુ રીન્યુ કરવામાં જ આટલા અખાડા થાય તો જનતા જાય તો જાય ક્યાં ? આવા વેધક સવાલો જનતામાં ઉઠી રહ્યા છે. રીન્યુ થઈને પાસપોર્ટ આવ્યો નથી તો શું ક્ષતિ છે ? તેજ જાણવા મળતી નથી કે તંત્ર દ્વારા કોઈ પ્રત્યુતર પણ પાઠવવામાં આવતો નથી. તો આના માટે જવાબદાર કોણ ?

             અમદાવાદ પાસપોર્ટ હેલ્પલાઇન નંબર નો કોન્ટેક જ થતો નથી. જેથી કોઈ અપડેટ મળતી નથી. તો શું પાસપોર્ટ ની અપડેટ જાણવા માટે પાવીજેતપુર થી જે તે વ્યક્તિને અમદાવાદ જવું પડશે ? તંત્ર આ અંગે યુદ્ધના ધોરણે ઘટતું કરે તેમ જ અમદાવાદ પાસપોર્ટ હેલ્પલાઇન નંબર ઉચકાતો થાય અને લોકોને પાસપોર્ટ અંગેની અપડેટ મળે તેમ છોટાઉદેપુર જિલ્લાની જનતા ઈચ્છી રહી છે.