આજના આધુનિક યુગમાં શૈક્ષણિક ડિગ્રીઓની સાથે

કૌશલ્યોનું પણ એટલું જ મહત્વ છે. ખાસ કરીને બહેનો

આર્થિક રીતે પગભર બને અને તેમના જીવનને એક નવી

દિશા મળે તે માટે મહિલા આઈ.ટી.આઈ. દ્વારા પ્રયાસ

કરવામાં આવી રહ્યાં છે. મહિલા આઈ.ટી.આઈ-જૂનાગઢના

માધ્યમથી સેંકડો વિદ્યાર્થિનીઓ-બહેનોને જીવનમાં પરિવર્તન

આવવાની સાથે તેમની કારકીર્દીને નવી પાંખો મળી છે. આમ,

આ બહેનો પોતાનામાં પડેલા કૌશલ્યોને નિખાર આપીને

આત્મનિર્ભરતાની નવી રાહ કંડારી રહી છે. ધોરણ 8 અને 10 પાસ ઉપર પ્રવેશ

મહિલા આઈ.ટી.આઈ-જૂનાગઢમાં

કોસ્મેટોલોજી

(બ્યુટી પાર્લર), ફેશન ડિઝાઇનીંગ એન્ડ ટેકનોલોજી

સ્વિંગ ટેકનોલોજી (સીવણ વગેરે) અને કોમ્પ્યુટર

માટેનો કોપાનો એક વર્ષનો અભ્યાસક્રમ ચાલી રહ્યો છે.

અહીંયા વિદ્યાર્થિનીઓને તાલીમ આપવા માટે થીયરીની

સાથે ખાસ પ્રેક્ટીકલ કાર્ય ઉપર ધ્યાન આપવામાં આવે

છે. આ માટેની લેબ (પ્રયોગશાળા) અને જરૂરી તમામ

રો-મટીરીયલ ઉપલબ્ધ કરાવવામાં આવે છે. અદ્યતન

સુવિધાઓ સાથેના આ મહિલા આઈ.ટી.આઈ.માં હાલ

187 જેટલી વિદ્યાર્થીનીઓ પોતાની કારકિર્દીને વિવિધ ટ્રેડના

માધ્યમથી નવા આયામો આપી રહી છે. ઉપરાંત અહીંયા

સીવણ અને કોમ્પ્યુટર અંગેનો ત્રણ માસનો ટૂંકા ગાળાનો

અભ્યાસક્રમ પણ ચલાવવામાં આવી રહ્યો છે. ઉક્ત તમામ

અભ્યાસક્રમોમાં 14 વર્ષ પૂર્ણ કરનાર અને ધો.8 અને 10

પાસ ઉપર પ્રવેશ આપવામાં આવે વ્યક્તિત્વ ઘડતરના પાસા પર મહત્ત્વ

વર્ષ-2012માં શરૂ થયેલા આ મહિલા આઈ.ટી.આઈ.માં

જૂનાગઢના આસપાસના ગ્રામ્ય વિસ્તારમાંથી વિદ્યાર્થિનીઓ

અભ્યાસ માટે મોટા પ્રમાણમાં આવે છે. આ બહેનોમાં

વિવિધ ટ્રેડને અનુરૂપ કૌશલ્યો શીખવવામાં આવે છે સાથે જ

એક વ્યવસાયકાર તરીકે સફળ થવાના પાસાઓ પ્રત્યે તેમને

માર્ગદર્શન આપવામાં આવે છે. આ સાથે તેમના હિનભાવના

અને સ્ટેજ ફીયર દૂર થાય તે માટે સતત પ્રોત્સાહિત કરવામાં

આવે છે. આ માટે વિવિધ પ્રવૃત્તિઓ અને સેમિનારના

માધ્યમથી આત્મવિશ્વાસ વધારવામાં આવે છે. આમ,

અહીંયા રોજગારલક્ષી કૌશલ્યોની સાથે વ્યક્તિત્વ ઘડતરના

પાસા ઉપર પણ એટલું જ ધ્યાન આપવામાં આવે છે. વિદ્યાર્થિનીઓ જાતે જ પોતાનો વ્યવસાય શરુ કરે છે

અભ્યાસ પૂર્ણ કરનાર વિદ્યાર્થિનીઓ જાતે જ પોતાનો

વ્યવસાય શરૂ કરે છે. ઉપરાંત જુદી-જુદી કંપનીઓ અને

વ્યવસાય એકમો સાથે સંકલન સાધી બહેનોને રોજગારી

પણ ઉપલબ્ધ કરાવવામાં આવે છે.

વિદ્યાર્થિનીઓને સ્ટાઈપેંડ અને શિષ્યવૃત્તિ પણ મળે છે

અહીંયા અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓને માસિક રૂ. 200થી

400 સ્ટાઈપેંડ, 2400 થી 4800ની શિષ્યવૃત્તિ અને મફત

એસ.ટી બસમાં વિનામૂલ્યે મુસાફરીની સુવિધાઓ ઉપલબ્ધ

કરાવવામાં આવે છે. 

રિપોર્ટર રેશમા સમા જુનાગઢ