પાવીજેતપુર તાલુકાના રતનપુર પુલ ઉપર તાજેતરમાં જ બનેલી રેલીંગના કારણે ભારદારી ટ્રકનો આબાદ બચાવ થયો હતો, રેલિંગ ના કારણે મોટી હોનારત ટળી હતી. 

            પાવીજેતપુર થી બોડેલી વચ્ચે રસ્તા નું રીપેરીંગ કામ ચાલી રહ્યું છે ત્યારે પાવીજેતપુર થી ભારદારી વાહનોને રંગલી ચોકડી થઈ પ્રસાર કરવામાં આવી રહ્યા છે. ત્યારે મોડી રાત્રે ત્રણ વાગ્યાના અરસામાં છોટાઉદપુરથી પાવડર ભરી મોટી ટ્રક આનંદ તરફ જઈ રહી હતી.ત્યારે રતનપુર પુલ ઉપર સામેથી આવતી લક્ઝરી ની લાઇટ ટ્રક ડ્રાઇવરને આંજી નાખતા મોટી હોનારત ટાળવા ટ્રક ડ્રાઈવરે પોતાની ટ્રક ડાબી બાજુ ખસેડી હતી, જે તાજેતરમાં જ બનેલી રેલિંગના કારણે ત્યાં અટકી ગઈ હતી. ભારદારી ટ્રેક રોડ છોડી ડાબી બાજુ ઉતરી ગઈ હતી, જમણી બાજુના વિલો ઉંચા થઈ ગયા હતા સદ્ નસીબે રેલિંગ ના કારણે મોટી હોનારત ટળી હતી. જો રેલિંગ ના હોત તો ૨૦ ફૂટ જેટલા ઉંડા ખાડામાં ટ્રક ત્રણ ચાર પલટી ખાઇ ગઇ હોત.

પાવીજેતપુર થી બોડેલી વચ્ચે રોડનું કામકાજ ચાલી રહ્યું છે ત્યારે વારદારી વાહનો પાવીજેતપુર વન કુટીર થી રંગની ચોકડી થઈ પસાર કરવામાં આવી રહ્યા છે ત્યારે ચુડેલ ગામે એક ટ્રક તેમજ હરખપુર છોટાનગર વચ્ચે બે ટ્રકો રોડ નીચે ઉતરી જવા પામી હતી. અને આ ભારદારી વાહન ચાલકો ગ્રામ્ય રસ્તા ઉપર પણ હાઇવે ની જેમ ચાલતા હોય તેથી મોટી હોનારતનો ભય જનતાને સતાવી રહ્યો છે. તો તંત્ર પાવીજેતપુર થી બોડેલી વચ્ચેનો રસ્તો રાત દિવસ કામ કરી વેળાસર પૂર્ણ કરાવે તે જનતાના હિતમાં છે.