સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ, કઠલાલ ખાતે આચાર્ય અમિતકુમાર પરમારની પ્રેરણાથી રાષ્ટ્રીય સેવા યોજના, ઇનોવેશન ક્લબ અને સર્જનાત્મક ધારાના સયુંકત ઉપક્રમે કલાઈમેટ ચેન્જ પરત્વે ઇનોવેટીવ આઈડિયાઝ અંગેની કોમ્પિટિશન યોજાઇ હતી. જે અન્વયે વિદ્યાર્થીઓએ પર્યાવરણના રક્ષણ, જતન અને સંરક્ષણને અનુસંધાને પુનઃ પ્રાપ્ય ઉર્જાના સ્ત્રોતો, જળ પ્રદૂષણ, જળ સંવર્ધન, કલાઇમેટ ચેન્જ, ઇ.વહીકલ, વાયુ પ્રદૂષણ, જમીન પ્રદૂષણ, સજીવ ખેતી, કચરાનો યોગ્ય નિકાલ જેવા વિભિન્ન રોચક અને સાંપ્રત સમયની માંગ સમાન વિષયો પર પોતાના નવીનતા સભર અને મૌલિક વિચારો રજૂ કર્યા હતા. સંસ્થાના ઉપાચાર્ય પ્રા. વૈશાલી મકવાણા એ આ સ્પર્ધામાં ઉપસ્થિત રહી વિધાર્થીઓને પ્રોત્સાહીત કર્યા હતા. પ્રસ્તુત કાર્યક્રમનું સંકલન અને સંચાલન ઈનોવેશન કલબના સંયોજક તેમજ સમાજશાસ્ત્ર વિભાગના વડા ડૉ. પલ્લવીકા ભટ્ટ અને રાષ્ટ્રીય સેવા યોજનાના પ્રોગ્રામ ઓફિસર, સર્જનાત્મક ધારાના કન્વીનર તેમજ સમાજશાસ્ત્ર વિભાગના પ્રા. પરેશ પટેલે કર્યું હતું.

Sponsored

महावीर कुल्फी सेन्टर - बूंदी

महावीर कुल्फी सेन्टर की और से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं