સુરત સિંગણપોર ડભોલી પોસ્ટેના છેડતી બળાત્કાર / પોક્સોના ગુન્હાના આરોપીને ખાંભા પોસ્ટે વિસ્તારના તાતણીયા ગામેથી પકડી પાડતી ખાંભા પોલીસ ટીમ , ગુન્હાની વિગતઃ આ કામે ફરીયાદીઃ- જગદીશભાઇ વેલજીભાઇ કાકલોતર રહે. સુરત, તા.જી.સુરત, મુળ રહે.તાતણીયા, તા. ખાંભા, જી.અમરેલી,વાળાની નાની ઉંમરની દિકરી ભોગબનનાર ને આ કામના આરોપીએ ફોટા પાડી ફૉટા વાયરલ કરવાની ધમકી આપી, બ્લેક મેઇલ કરી, વારંવાર શારીરીક શોષણ ( દુષ્કર્મ ) કરી. ભોગ બનનારની અનિચ્છા , હોવા છતા વારંવાર તેમનો પીછો કરી, ગુન્હો આચરેલ હતો , જે મુજબનો ગુન્હો ફરીયાદીએ સુરતના સિંગણપોર ડભોલી પોલીસ સ્ટેશનના, એ પાર્ટ ગુ.ર.ન , ૧૧૨૧૦૦૬૩૨૨૦૬૬૧/૨૦૨૨ કલમ -૩૫૪ ( એ ) . ( ૧ ) , ૩૫૪ ( ડી ) ( ૧ ) ( ) , ૩૭૬ ( ૨ ) ( એન ) , ૫૦૬ ( ૨ ) તથા પોક્સો એક્ટ -૪,૫ ( એલ ) ૬,૮ ઇ.પી.કો મુજબનો ગુન્હો નોંધાવેલ હતો , ભાવનગર રેન્જ આઇ.જી. ગૌતમ પરમાર નાઓએ શરીર સંબંધી / અપહરણના અન્ય જીલ્લાઓમાં ગુન્હાઓ આચરી નાસી જનાર આરોપીઓને પકડી પાડવા જરૂરી સુચનાઓ આપેલ હોય , અને અમરેલી પોલીસ અધિક્ષક . હિમકર સિંહ નાઓએ અન્ય જીલ્લામાં બનવા પામેલ શરીર સંબંધી / અપહરણના ગુન્હાઓના આરોપીઓને શોધી કાઢી, તેમના વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સુચના અને માર્ગદર્શન આપેલ હોય , જે અનુસંધાને સાવરકુંડલા વિભાગના નાયબ પોલીસ અધિક્ષક એસ.બી.વોરા તથા સર્કલ પો.ઇન્સ કે.સી રાઠવા ના જરૂરી સુચનાઓ તથા માર્ગદર્શન આપેલ હોય , ખાંભા પોલીસ સ્ટેશનના પો.સબ.ઇન્સ . જે.પી.ગઢવી .ની રાહબરી હેઠળ ખાંભા પો.સ્ટે,ના ડી.સ્ટાફના કર્મચારીઓ ખાનગી મો.સા માં પેટ્રોલીંગમાં હતા , તે દરમ્યાન બાતમી રાહે હકિકત મળેલ કે! સુરતના સિગણપોર ડભોલી પોલીસ સ્ટેશનના ગુન્હાનો આરોપી તાતણીયા ગામે બાપાસીતારામ ના ઓટા પાસે બેઠેલ છે , તે હકિકતવાળી જગ્યાએ જઇ તપાસ કરતા આરોપીને પકડી પાડેલ હોય, અને તેને ખાંભા પોસ્ટે સી.આર.પી.સી કલમ ૪૧ ( ૧ ) , ( I ) મુજબ અટક કરી વધુ તપાસ અર્થ સુરત સિગણપોર ડભોલી પોલીસને સોપી આપેલ છે , પકડાયેલ આરોપી : • સાગરભાઇ ભુપતભાઇ ચોહાણ ઉ.વ. ૨૭ ધંધો.પ્રા.નોકરી રહે . હાલ સુરત, શિવનગર, ઘર નંબર -૧૪૮ પાર્થ કોમ્પલેક્ષ નજીક કતારગામ સુરત, હાલ રહે , તાતણીયા, તા.ખાંભા જી.અમરેલી,

આ કામગીરીમાં ખાંભા પો.સ્ટે.ના પો.સબ ઇન્સ . જે.પી.ગઢવી ની સુચના મુજબ ડી.સ્ટાફના હેડ કોન્સ એન,એન,કિકર તથા પો.કોન્સ . જયદીપભાઇ ધાખડા તથા પો.કોન્સ ભવદીપભાઇ વાળા તથા પો.કોન્સ રવિભાઇ મનુભાઇ ડાંગર જોડાયા હતા

રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ રાજુલા /અમરેલી