વડોદરા શહેરમાં સરકારી ચોપડે છેલ્લા 36 કલાકમાં કોરોના ના નવા 3 કેસ નોંધાયા છે. 

સાથેજ કોરોનાના અત્યાર સુધીના કેસની કુલ સંખ્યા1,00,454 પર પહોંચી ગઇ છે. વધુ 7 દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે. 

અત્યાર સુધીમાં કુલ 98,903 દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. અત્યાર સુધીમાં કુલ મૃત્યુઆંક 544 પર પહોંચ્યો છે.

જોકે, હાલની વાત કરવામાં આવેતો વડોદરા શહેરમાં ત્રણ કેસ નવા આવતા એક્ટિવ દર્દીઓની સંખ્યા વધીને 43 થઈ છે. 

હાલમાં હોસ્પિટલોમાં 16 દર્દી દાખલ છે. જે પૈકી 1 દર્દી ઓક્સિજન અને 1 દર્દી વેન્ટિલેટર પર છે. હાલ શહેરમાં 64 લોકો ક્વોરન્ટીન છે.

શહેરના આ વિસ્તારોમાં નવા કેસો નોંધાયા

વડોદરામાં અકોટા, સુભાનપુરા અને તરસાલી વિસ્તારમાં નવા પોઝિટિવ કેસ નોંધાયા છે.

ઝોન પ્રમાણે કેસ

વડોદરામાં ઝોન પ્રમાણે નવા નોંધાયેલા કેસ તરફ નજર કરીએ તો પૂર્વ ઝોનમાં 0, પશ્ચિમ ઝોનમાં 2, ઉત્તર ઝોનમાં 0 અને દક્ષિણ ઝોનમાં 1 કેસ નોંધાયા છે.