અમદાવાદ
અમદાવાદમાં ફાંટીને ધુમાડે ગયેલા બુટલેગરો પોલીસને પડકાર ફેંકતા હોવાના અનેક કિસ્સાઑ ભૂતકાળમાં સામે આવ્યા છે. તેવામાં અમદાવાદ પોલીસની આબરૂને ધૂળધાણી કરતો વધુ એક વીડિયો વાયરલ થયો છે. જમાલપુરના બુટલેગર ઝૈદ કુરેશી ઉર્ફે અતુંએ પોલીસને ખુલ્લો પડકાર ફેંક્યો છે. બુટલેગર ઝૈદ કુરેશીએ દારૂ-બિયરની બોટલો સાથેનો વીડિયો બનાવ્યો હતો ત્યારબાદ આ અંગેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ પણ કરતા અમદાવાદમાં પોલીસનું જાણે અસ્તિત્વ જ ના હોય તેવું લોકોને લાગી રહ્યું છે. આરોપીએ દારૂ ભરેલી ટ્રક પાછળ જઈને ખુલ્લે આમ વીડિયો બનાવ્યો હતો ત્યારબાદ સોશિયલ મીડિયા પર ખુલ્લે દારૂ-બિયરનો આ વીડિયો વાયરલ કરીને પોલીસને પકડાર ફેંક્યો હતો. આરોપીએ રિવરફ્રન્ટના બ્રિજ પર દારૂ અને બિયરનો બનાવ્યો હતો અને હાથમાં બિયરના ટીન સાથેનો ફોટો પણ વાયરલ કર્યો હતો. મહત્વનું છે કે કેમિકલકાંડ જેવી ઘટનાને લઈને આખું ગુજરાત હચમચી ગયું છે પરંતુ પોલીસની હજુ પણ આંખ ન ઉઘડતા લોકોમાં રોષ ફેલાયો છે. આ વિડિયો વાઇરલ થતાંની સાથે પોલીસ હરકતમાં આવી ગઇ હતી અને ક્રાઇમ બ્રાંચ સહિતની પોલીસે યુવક કોણ છે અને તેની સામે પ્રોહિબિશનનો ગુનો નોંધાયેલો છે કે કેમ તે સહિતની તપાસ હાથ ધરી હતી જો કે પોલીસ તપાસમાં આવા કોઇ યુવક સામે પ્રોહિબિશનનો એક પણ ગુનો નોંધાયેલો નથી. ઉપરાંત પોલીસના જણાવ્યા મુજબ વિડિયો વર્ષ જુનો હોવાનું મનાઇ રહ્યું છે. દારુની ટ્રકનું પાઇલોટિંગ કરાઇ રહેલો વિડિયો બીજા કોઇ રાજ્યનો હોવાનો પોલીસનું કહી રહી છે, પોલીસ જમાલપુરના એક યુવકની શોધખોળ કરી રહી છે. અમદાવાદમાં હજારો વખત દેશી દારૂના વિડીયો વાયરલ થયા છે. પરંતુ પોલીસ કાર્યવાહીમાં ઊણી ઉતરતી હોવાથી આ દૂષણ અટકવાનું નામ લેતું નથી. અગાઉ 13 જુલાઇ અને 22 જુલાઇના અમદાવાદમાં દેશી દારૂના વેચાણનો વીડિયો વાયરલ થયો છે. અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં ખોડીદાસની નવી ચાલીના નાકા નજીક 3 ભાઈઓ દેશી દારૂ વેચતા હોવાનું વીડિયો સામે આવ્યો હતો. થઇ રહ્યું છે. આમ વારંવાર સામે આવતા વિડીયોને લઈને અમદાવાદ પોલીસની કાર્યવાહી સામે સવાલો ઊભા થયા છે.