કોસંબા રેલવે સ્ટેશન બાંદ્રા-હરિદ્વાર-બાંદ્રા ટ્રેનને કોસંબાના સ્ટોપ દરમિયાન લીલી ઝંડી આપી રવાના

માંગરોળ તાલુકા ના કોસંબા રેલ્વે સ્ટેશન પર ૨ ટ્રેનોને સ્ટોપેજ આપવામાં આવતા સાંસદ પ્રભુભાઈ વસાવા અને ધારાસભ્ય ગણપતસિંહ વસાવા એ બાંદ્રા-હરિદ્વાર-બાંદ્રા ટ્રેનને કોસંબાના સ્ટોપ દરમિયાન લીલી ઝંડી આપી રવાના કરી હતી.

               ગાડી નં.૧૯૦૧૯/૧૯૦૨૦- બાંદ્રા-હરિદ્વાર-બાંદ્રા અને ગાડી નં. ૨૨૯૨૭ બાંદ્રા-અમદાવાદ એક્સપ્રેસ ટ્રેનને કોસંબા સ્ટોપેજ મળવાથી અમદાવાદ અને મુંબઈ રૂટ પર જનારા કોસંબા અને આસપાસના વિસ્તારની જનતા-મુસાફરો માટે આ વ્યવસ્થા ખૂબ ઉપયોગી નીવડશે. આ કાર્યક્રમમાં પશ્ચિમ રેલવે ના અધિકારીઓ, સ્થાનિક આગેવા નો ઉપસ્થિત રહ્યા હતા.