અમદાવાદ ઇન્દોર હાઇવે ઉપર આવેલ મહારાજના મુવાળા ચેકપોસ્ટ ઉપર સેવાલીયા પોલીસના જવાનો વાહન ચેકીંગમાં હતા તે દરમ્યાન બાતમી મળી હતી કે ગળતેશ્વર તાલુકાના બૈડપ ગામ પાસે ન્યુ મીરા ધાબાના કમ્પાઉન્ડમાં સફેદ કલરની ટાટા ટ્રક નંબર MP 09 GF 5173 ઉભી છે જેમાં વિદેશી દારૂનો જથ્થો છે સેવાલીયા પોલીસે બાતમીને આધારે જગ્યાએ જઈને તપાસ કરતા બાતમીવાળો ટ્રક હતો તેની પાસે જતા ટ્રકના કેબિનમાં બેઠેલા બે ઇસમો નાસવા જતા પોલીસે પકડી લીધા હતા ત્યારબાદ ટ્રકની તલાશી લેતા પાછળના ભાગે પ્લાસ્ટિકમાં 6 બોક્સ પેક હતા જે ખોલીને જોતા લાકડાના પાટિયાના બોક્સમાં વિદેશી દારૂની પેટીઓ હતી જે પેટીઓની તપાસ કરતા વિદેશી દારૂના પ્લાસ્ટિકના કવોટરની પેટીઓ હતી પોલીસે માલ્ટ વિસ્કી પ્લાસ્ટિકના દારૂની પેટીઓમાં કુલ નંગ 28,800 કિંમત 28,80,000 તથા ટ્રક કિંમત 5,00,000 મળી કુલ રૂ.33,88,530 કિંમતનો મુદામાલ સાથે પકડાયેલ આરોપી શબિરઅલી મહેબૂબ અલી શેખ અને રઉફ લતીફ શેખ બંને મધ્યપ્રદેશનાઓ વિરુદ્ધ પ્રોહીબિશન હેઠળનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી

રિપોર્ટ: રિઝવાન દરિયાઈ

ખેડા: ગળતેશ્વર