પાલનપુરમાં સૌ પ્રથમવાર શ્રી તપાગચ્છ જૈન ઉપાશ્રયના ઉપક્રમે શ્રી ગિરનાર મહાતીર્થની ભાવયાત્રા યોજાઈ
પાલનપુર નગરે સૌ પ્રથમવાર શ્રી તપાગચ્છ જૈન ઉપાશ્રયના આંગણે શ્રી ગિરનાર મહાતીર્થની ભાવયાત્રા યોજાઈ.જેમાં માનવતાના મસીહા પ.પૂ.આ.શ્રી રત્નશેખરસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન મુનિરાજ નયશેખર વિજયજી મ.સા.,મુનિરાજ શૌર્યશેખર વિજયજી મ.સા પાવન નિશ્રામાં યોજાઇ.જેમાં દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમ પ્રારંભ કરવામાં આવેલ.આ પ્રસંગે સમારંભના અધ્યક્ષ તરીકે પ્રમુખશ્રી ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા ગુજરાત પ્રદેશ શ્રીમાન ડો પ્રશાંતભાઈ કોરાટએ,અતિથિ વિશેષ મુખ્ય સંયોજક ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી સ્પોર્ટ્સ ગુજરાત સરકાર શ્રી હરેશભાઇ ચૌધરી,શ્રીમતિ કિરણબેન રાવલ નગરપાલિકા પ્રમુખ-પાલનપુર,પ્રદેશ કારોબારી સદસ્ય ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા ગુજરાત પ્રદેશ શ્રીમાન પાર્થભાઈ શર્મા, પ્રમુખ- ભારતીય જનતા યુવા મોરચો,બનાસકાંઠા જિલ્લો શ્રીમાન સાગરભાઈ ચૌધરી વિગેરે પધારેલ.કાર્યક્રમ બાદ અલ્પાહાર રાખવામાં આવેલ જેના લાભાર્થી સ્વ.રસિલાબેન નવિનચંદ્ર પરીખ-અમદાવાદ,સ્વ. રંજનબેન ધનજીભાઈ દેઢિયા-કોડાય કચ્છ,સેનેલાઈટ ગ્રુપ- અમદાવાદ પરિવારે લાભ લીધેલ.આ પ્રસંગે વિવિધ ગહુલીઓ અને રંગોળી કરવામાં આવેલ.આ પ્રસંગે નેહાબેન શાહ એ શ્રી ગિરનાર મહાતીર્થ પર વક્તવ્ય રજૂ કરેલ.પં.શુભમ કટારીયા એ સંવેદના કરાવેલ અને સંગીતની રમઝટ નિમેશભાઇ શાહે જમાવેલ.આ પ્રસંગે દરેક અતિથિ વિશેષો નું સાલ અને ટ્રોફી દ્વારા બહુમાન કરવામાં આવેલ.આ પ્રસંગે સંઘના ટ્રસ્ટી શ્રી દિલીપભાઈ શાહ,પં.પ્રવિણભાઈ શાહ, ભરતભાઇ શાહ,વસંતભાઇ શાહ,પરેશભાઈ શાહ,તુષારભાઈ શાહ,નિહારભાઈ શાહ,અલ્પેશભાઈ જોષી,રોનકભાઈ પુરોહિત,મોન્તુભાઈ પ્રજાપતિ વિગેરે તથા પાલનપુર જૈન સંઘના ભાવિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલ.