પેટલાદ સેવાસદનમાં ફરજ બજાવતા કોન્ટ્રાક્ટ અને આઉટસોર્સ કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા છે. આ ઉપરાંત અન્ય કર્મચારીઓ માસ સી.એલ.પર ઉતરતા આજે સેવાસદનમાં વિવિધ કામગીરી ઠપ થઈ ગઈ હતી અને સેવાસદન સુમસામ જોવા મળ્યું હતું.આઉટસોર્સ કર્મચારીઓ અને માસ સી.એલ. પર ઉતરેલા કર્મચારીઓ, કુલ 37 કર્મચારીઓ કામગીરીથી અળગા રહેતા સેવા સદનમાં વિવિધ કામગીરી ઠપ થઈ ગઈ હતી.