દિવાળીના મહાપર્વ આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે શહેરની મોટા ભાગની બજારોમાં મોડી સાંજ સુધી ખરીદી જામતાં વેપારીઓમાં હર્ષ વ્યાપ્યો છે, પગાર અને બોનસની ચૂકવણી થઈ રહી હોવાથી ખાનગી એકમોના નોકરીયાતો ઉપરાંત ગૃહિણીઓ દ્વારા આવશ્યક ચીજ વસ્તુઓની ધૂમ ખરીદી થઈ રહી છે. જેથી બજારોમાં ખરીદીનો માહોલ જામ્યો છે. છેલ્લા બે વર્ષ બાદ કોરોનાની કળ પછી આજથી શરુ થયેલા દિપાવલી પર્વનો ઉજાસ અને ઉત્સાહ છવાયો છે. સ્કૂલ કોલેજોમાં તો અગાઉ રજા પડી ગઈ છે, સરકારી કચેરીઓમાં અરજદારો અને અફ્સરોની હાજરી પાંખી થવા લાગી છે મોટાભાગની સરકારી,ખાનગી કચેરીઓના પગારો પણ ચૂકવાઈ જતા બજારોમાં ચિક્કાર ભીડ જોવા મળી હતી સિહોરની બજારોમાં દિવાળી પર્વ દેખાવવા લાગ્યો છે સિહોરની બજારમાં ખરીદી માટે મુખ્યત્વે મધ્યમવર્ગજ ઉમટતો હોય છે અને તેઓ ખરીદી માટે દરેક જરૂરિયાત મૂજબની વૈવિધ્યપૂર્ણ વસ્તુઓ વેચાય છે અને શોરૂમ્સ કરતા સસ્તામાં વેચાય છે તે જુની બજારોમાં અચૂક જતા હોય છે તે કારણે સિહોરની બજાર આસપાસ ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે. છુટક ખરીદી કરવા માટે લોકો આવતા મોટા ભાગની બજારોગ્રાહકોથી ધમધમવા લાગી છે.