સિહોરથી ભાવનગર સુધીની સીટી બસ સેવા શરૂ હતી પરંતુ હાલ આ સુવિધા બંધ છે. સિહોર દિવસે -દિવસે ભાવનગર તરફ અને ભાવનગર સિહોર તરફ આગળ ધપી રહ્યું છે. સિહોરથી ભાવનગર વચ્ચેના આર્થિક વ્યવહારો પણ વધી રહ્યા છે.સિહોરમાંથી રોજના અસંખ્ય રત્નકલાકારો આજીવિકા માટે ભાવનગર અપ-ડાઉન કરે છે. આ ઉપરાંત નોકરી-વ્યાપાર માટે પણ સિહોર ભાવનગર વચ્ચે લોકોની અવર જવર રહે છે, સિહોર તાલુકાના મોટાભાગના ગામોના લોકોને જયારે ભાવનગર જવું હોય ત્યારે તેઓએ ફરજિયાત સિહોર આવવું પડે છે. અને સિહોરથી તેઓએ મેજિક કે રીક્ષામાં બેસીને ભાવનગર જવું પડે છે તે પણ જોખમ સાથે પરંતું જો સીટી બસ શરૂ થાય તો લોકો તેનો લાભ લેતા થાય. સિહોરથી ભાવનગર દરરોજ હજારો લોકો આવન -જાવન કરે છે.પેટ્રોલ-ડીઝલના ભાવ વધી રહ્યા છે આથી સિહોરની વધતી જતી વસતી અને પ્રગતિને ઘ્યાને લઇ, ભાવનગરથી સિહોર સુધીની સીટી બસ સેવા શરૂ કરવામાં આવે તે સમયની માંગ છે. જો આ સુવિધા શરૂ થાય તો સિહોરવાસીઓની હાલાકી ઓછી થશે.