ભાવનગર હરિદ્વાર ટ્રેન નો પ્રારંભ, બોટાદમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું...બોટાદ જિલ્લાના માનનીય સાંસદ સભ્ય શ્રી ભારતીબેન શિયાળના પ્રયત્નોથી શરૂ થયેલ ભાવનગર હરિદ્વાર ટ્રેન આજ રોજ 10:00 વાગે બોટાદ પહોંચી હતી. આ ટ્રેનમાં ભાવનગર થી મુસાફરી કરી સંસદ સભ્ય શ્રી ભારતીબેન શિયાળ બોટાદ પહોંચ્યા હતા. સાથે કષ્ટભંજન દેવ સાળંગપુરના આર્યન ભગત બોટાદ પહોંચ્યા હતા .બોટાદ જિલ્લા ભાજપ ના હોદ્દેદારો કાર્યકરો દ્વારા ઢોલ નગારા સાથે ટ્રેન નું સ્વાગત કરવામાં આવ્યું ટ્રેનમાં પધારેલા ભારતીબેન શિયાળનું પુષ્પહારથી જિલ્લા સંગઠન દ્વારા સ્વાગત કરવામાં આવ્યું તેમજ હર હર ગંગે ના નાદ સાથે મુસાફરોનો ટ્રેનમાં પ્રવેશ કરાવ્યો હતો.