મહેસાણા: કડી શહેરમાં આવેલ ગંજબજાર તેમજ અણખોલ ગામેથી થોડાક દિવસો અગાઉ એક્ટિવા તેમજ બાઈકની ચોરી થઇ હતી. જે સંદર્ભે LCB પોલીસ સ્ટાફના માણસો કડીમાં અલગ અલગ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન ચોરી કરેલ એકટીવા લઇને કડી તરફ આવી રહેલ બે ઈસમોને પોલીસે ઝડપીને કાયદેસરની કાર્યવાહી કરી હતી.

કડી છત્રાલ હાઈવે ઉપર આવેલ જીઈબી પાસેથી ચોરીના એક્ટિવા સાથે બે ઈસમોને એલસીબીએ ઝડપીને સઘન પૂછતાછ કરતા બન્ને આરોપીઓએ કબૂલ્યું હતું કે, આજથી 25 દિવસ પહેલાં અણખોલ પાસે આવેલ એક કંપનીની બહારથી પ્લેટિના નં GJ 9 CK 4729 ચોરેલ હતું અને અમારા ઘર પાસે પાર્ક કરેલ છે અને તેને વેચવા સારુ નીકળ્યા છીએ. જે કબૂલતા કરતા એલસીબી સ્ટાફના માણસોએ બન્ને આરોપીઓને ઝડપી પાડ્યાં હતાં. તેમજ એક્ટિવા અને પ્લેટિના બાઇકનો કબજો લઈને કડી પોલીસ સ્ટેશનમાં રજુ કરીને કાર્યવાહી હાથ ધરી હતી.

ઝડપાયેલ આરોપી​​​​​​​ : રોહિત લાખનભાઇ બ્રાહ્મણ રહે.કડી, રાજુ ભાઇલાલભાઇ વાળંદ રહે. કડી