ગુજરાતમાં આ વર્ષે વિધાનસભાની ચૂંટણી હોય તે અંતર્ગત વિવિધ પાર્ટીના નેતાઓ ગુજરાતની મુલાકાત શરુ કરી દીધી છે અને ગુજરાતમાં પોતાની આગામી ચૂંટણી માટે રણનીતિ નક્કી કરી છે. ગુજરાતમાં પહેલા જ નરેન્દ્ર મોદી અને અમિત શાહે મુલાકાત લઇને ચૂંટણી માટે અભિયાન શરુ કરી દીધું છે તે બાદ આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ ગુજરાતની મુલાકાતે બે કે તેથી વધુ વખત આવી ચુક્યા છે ત્યારે હવે ગુજરાતમાં કોંગ્રેસના દિગ્ગ્જ નેતા અને રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત ગુજરાતના અમદાવાદ ખાતે આવશે. આ મુલાકાત ગુજરાત કોંગ્રેસની ચૂંટણી રણનીતિનો પ્લાન ઘડશે.

Sponsored

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને કોંગ્રેસના દિગ્ગ્જ નેતા અને રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત તારીખ 10મી ઓગસ્ટ બે દિવસના પ્રવાસે આવશે. સમાચાર માધ્યમના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ ગુજરાતમાં કોંગ્રેસ આગામી વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારના નામ જાહેર કરી શકે છે. 

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસ પક્ષ અંતે જાગૃત થઇ ગયો છે અને અન્ય પક્ષોની માફક ગુજરાતમાં કોંગ્રેસ દ્વારા હવે આગામી સમયમાં ચૂંટણીની રણનીતિ નક્કી કરવામાં આવશે. કોંગ્રેસના દિગ્ગ્જ નેતા અશોક ગેહલોત સોનિયા ગાંધીના નજીકના નેતા છે જેથી તેના પર ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જવાબદારી સોંપવામાં આવી છે જેથી તે મિશન 2022 ગુજરાત વિધાનસભા માટે બે દિવસ ગુજરાતના અમદાવાદ પ્રવાસે આવશે. 

સૂત્રો મુજબ અશોક ગેહલોત ડૉ. રઘુ શર્મા અને પ્રમુખ જગદીશ ઠાકોર સાથે બેઠક કરવામાં આવશે. નોંધનીય છે કે અશોક ગેહલોતને ગુજરાત કોંગ્રેસના નિરીક્ષક તરીકે નીમવામાં આવ્યા છે. આશોક ગેહલોત કોંગ્રેસના ધારાસભ્યો સાથે પણ બેઠક કરશે અને આગામી ચૂંટણી માટેની રણનીતિ માટે પ્લાન ઘડશે. આ અગાઉ અશોક ગેહલોત બે વખત ગુજરાતમાં આવવાના હતા પણ બંને વખત પ્રવાસ રદ્દ થયો હતો.