ખેડા જિલ્લાના પૂર્વ સૈનિકોનું સન્માન સંમેલન યોજાયું

**************

નડિયાદ નગરપાલિકા પ્રમુખ શ્રીમતી રંજનબેન વાઘેલા તથા પ્રાંત અધિકારીશ્રી ધર્મેન્દ્રસિંહ ચૌહાણની ઉપસ્થિતિમાં પૂર્વ સૈનિક સંમેલન યોજાયું

**************

દેશની રક્ષા માટે સૈનિકનું બલિદાન અવિસ્મરણીય છે.

સરકાર હંમેશા સૈનિકો તથા તેમના પરિવારની સાથે છે :- પ્રાંત અધિકારીશ્રી ધર્મેન્દ્રસિંહ ચૌહાણ

**************

ખેડા જિલ્લાના નડિયાદ ઈપ્કોવાલા હોલ ખાતે શહીદ સૈનિકોની માતા, પત્ની અને નિવૃત સૈનિકોનું સન્માન પ્રાંત અધિકરીશ્રી ધર્મેન્દ્રસિંહ ચૌહાણના હસ્તે કરવામાં આવ્યું.

પ્રાંત અધિકારીશ્રીએ શહીદોના બલિદાનને યાદ કરતા જણાવ્યું કે, પૂર્વ પ્રધાનમંત્રીશ્રી લાલ બહાદુર શાસ્ત્રીએ જય જવાન જય કિસાન સૂત્ર આપ્યું હતું કારણ કે, ખેડૂત અને સૈનિકો વગર દેશનો વિકાસ અને રક્ષા અશક્ય છે. વધુમાં પ્રાંત અધિકારીશ્રીએ વીર સપૂતોને યાદ કરતા તેઓને શ્રદ્ધાંજલિ અર્પી અને જણાવ્યું કે તેઓની શહાદત માટે તેમના પરિવારને સરકાર દ્વારા જે લાભ તેમને મળવા પાત્ર છે. તે પ્રાપ્ત કરાવવામાં ખેડા જિલ્લા વહીવટી તંત્ર તરફ થી કોઈ તકલીફ નહિ પડે તેવી બાહેંધરી પણ આપી.  

પ્રાંત અધિકારીશ્રી ધર્મેન્દ્ર સિંહ ચૌહાણે બોર્ડર પર કાર્યરત સૈનિકના પરિવાર જનોને વિનંતી કરી કે સૈનિકોની નિવૃત્તિની વય બીજી સરકારી નોકરીઓ કરતા વહેલા થતી હોય છે. જેના બાદ તેઓને કોઈ અન્ય નોકરી કરવાની ફરજ પડે છે. આ અન્વયે પ્રાંત અધિકારીશ્રી એ સૈનિકોના પરિવારજનોને વિનંતી કરી કે, તેઓના પુત્રો જે બોર્ડર પર છે, તેમણે સ્નાતક કક્ષાની ડિગ્રી પ્રાપ્ત કરી ગુજરાતની સનધી સેવાઓ (GPSC) માં આરક્ષિત જગ્યાનો લાભ લઇ ગુજરાતના વહીવટી ક્ષેત્રે પણ યોગદાન આપવા પ્રેરી શકાય. સાથોસાથ તેમણે શહીદોના પરિવારોને દુઃખ સહન કરવાની ઈશ્વર શક્તિ આપે તેવી પ્રાર્થના કરી તેમજ સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાનો લાભ લેવા વિનંતી કરી હતી.

જિલ્લા સૈનિક કલ્યાણ કચેરી, વડોદરાના અધિકારીશ્રી સુરજીત સિંઘ રાધવે સંમેલનમાં આવનાર સૌને આવકારી પૂર્વ સૈનિકો દિવંગત સૈનિકોના ધર્મપત્નીઓ માટેની સરકારની કલ્યાણકારી યોજનાઓની જાણકારી આપી હતી. આ કાર્યક્રમમાં બાળકો દ્વારા વકૃત્વ સ્પર્ધા તેમજ એકાકી નાટક નિવૃત સૈનિકો અને તેમના પરિવારજ્નો સમક્ષ પ્રસ્તુત કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે સૈનિકોના પરિવારજનોને સૈનિકોની શહાદત વર્ણવતી કીટ પણ આપવામાં આવી હતી

આ કાર્યક્રમમાં નડિયાદ નગરપાલિકા પ્રમુખશ્રી રંજનબેન વાઘેલા, પૂર્વ સૈનિક કલ્યાણ પરિષદ ના પ્રમુખ શ્રી લેફ્ટ. કર્નલ (નિવૃત ) અમૃતલાલ મકવાણા, એન.સી .સી (હેડક્વાટર)ના કર્નલ શ્રી સુદીપ સિંહ તેમજ નિવૃત સૈનિકો, શહીદ સૈનિકોના પત્ની અને તેમના બાળકો હાજર રહ્યા હતા

***********************