જામનગર જિલ્લા કલેક્ટર શ્રી બી.એ.શાહના અધ્યક્ષ સ્થાને કલેકટર કચેરીના સભાખંડમાં જિલ્લા આરોગ્ય વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ હતી. જામનગર જિલ્લામાં આરોગ્યલક્ષી કામગીરી સાતત્યપૂર્ણ રીતે થઈ શકે તેમજ અધિકારીગણ અને કર્મચારીગણને માર્ગદર્શન મળી રહે તેવા તમામ મુદ્દાની આ બેઠકમાં ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.  

Sponsored

महावीर कुल्फी सेन्टर - बूंदी

महावीर कुल्फी सेन्टर की और से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

જિલ્લા કલેકટરશ્રીએ સમિતિના સદસ્યો સાથે ડીસ્ટ્રીકટ હેલ્થ સોસાયટી, ગવર્નિંગ બોડી એજન્ડા, જિલ્લામાં આરોગ્ય વિષયક સેવાઓ સુદ્રઢ બનાવવી, નાણાંકીય આયોજન અને અન્ય કામગીરીની સમીક્ષા કરી હતી. તેમજ વિસ્તૃત ચર્ચા-વિચારણાના અંતે ક્વોલિટી, ન્યુટ્રીશન, રસીકરણ, કુટુંબ કલ્યાણ કામગીરી, જન્મ-મરણ નોંધણી તેમજ માતા-બાળ આરોગ્ય કામગીરી વિશે જરૂરી સુચના સમિતિના સદસ્યશ્રીઓને આપી હતી. 

આ બેઠકમાં, જિલ્લા વિકાસ અધિકારી શ્રી વિકલ્પ ભારદ્વાજ, અધિક નિવાસી ક્લેકટર શ્રી બી.એન.ખેર, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડો.ભાયા, અધિક જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી, ડી.પી.સી. શ્રી યજ્ઞેશ ખારેચા, તાલુકા કક્ષાના આરોગ્ય અધિકારીશ્રીઓ તેમજ સમિતિના અન્ય સદસ્યશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.