ખારાપાટ રોહીત યુવા વિકાસ સંઘ-પાટડી દ્વારા આયોજીત પાંચમો સમુહ લગ્નોત્સવ માઈ આશ્રમ કચોલીયા ખાતે યોજાયો હતો. જેમા 18 યુગલોએ પ્રભુતામા પગલા પાડ્યા હતા. આ સમગ્ર આયોજનને સફળ બનાવવા ખારાપાટ રોહિત યુવા વિકાસ સંઘના હોદ્દેદારો અને સ્વયંસેવકોએ ભારે જહેમત ઉઠાવી હતી.જેમા માઈ આશ્રમ કચોલીયાના મહંત મગનબાપુ, ધારાસભ્ય પી.કે પરમાર, પૂર્વ ધારાસભ્ય નૌશાદભાઈ સોલંકી, કમાભાઈ રાઠોડ, પુનમભાઈ મકવાણા, સરસાઈ જગ્યાના મહંત ભાણદાસ બાપુ, મોલડીના મહંત સીતારામબાપુ ,ભીમસાહેબની જગ્યાના સંચાલક બાબુરામબાપુ સહીત મોટી સંખ્યામાં રોહીત સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા.આ કાર્યક્રમમાં ખારાપાટ રોહિત યુવા વિકાસ સંઘના પૂર્વ પ્રમુખ એન.કે.રાઠોડ દ્વારા સમુહલગ્નોત્સવના મુખ્યદાતા મગનબાપુનુ ગણેશજીની કાંસ્યની મૂર્તિ તથા સિલ્કની કોટી પહેરાવી સન્માન કર્યુ હતુ. અને સંસ્થા પ્રમુખ રામજીભાઈ ચાવડા, બેચરભાઈ ચૌહાણ તથા મહામંત્રી અમૃતભાઈ વાણિયા ત્રણેય ટ્રસ્ટીઓનુ શાલ ઓઢાડી અભિવાદન કયુઁ હતુ. અને સંસ્થા દ્વારા એન.કે.રાઠોડનું શાલ, ફુલહાર તેમજ ડો.બાબાસાહેબની પ્રતિમા આપી સન્માન કરવામા આવ્યું હતુ. આ સમુહલગ્નોત્સવને સફળ બનાવવા ખારાપાટ રોહિત યુવા વિકાસ સંઘના હોદ્દેદારો અને સ્વયંસેવકોએ ભારે જહેમત ઉઠાવી હતી. જ્યારે આ સમગ્ર કાયઁક્રમનુ સંચાલન રણછોડભાઈ ચૌહાણ અને એલ.એસ.પરમાર દ્વારા કરવામાં આવ્યુ હતું.