સાગબારા ના પલાસવાડા ગામે જુના અદાવત રાખી ઢીકા પાટુ ની માર મારી જાન થિ મારી નાખવાની ધમકી આપતા ફરિયાદ નોંધાઇ

મળતી માહિતી અનુસાર સાગબારા તાલુકાના પલાસવાડા ગામેં આ કામના આરોપી ગણેશભાઈ જાલમસિંગભાઈ વસાવા નું પંચાયત ઓફિસ ની બાજુમાં મકાન આવેલ હોય અને ઘર નજીક ગંદકી થતી હોવાથી પલાસવાડા ગામના સરપંચે આગલા દિવસે ગણેશભાઈ જાલમસિંગભાઈ વસાવા ને પંચાયત ઓફિસ ની આજુ બાજુ ગંદકી નહીં કરવા માટે જણાવેલ જેની અદાવત રાખીને આ કામના ફરિયાદી મહેશભાઈ મધુકર વળવી તથા પન્નાલાલ જયસિંગભાઈ વળવી મોટરસાયકલ ઉપર નીકળ્યા હતા

તે દરમિયાન આ કામના આરોપીઓ (1) દીપકભાઈ સેવંતાભાઈ વળવી (2) ગણેશભાઈ જાલમસિંગભાઈ વસાવા (3)અંકુરભાઈ કાંતિલાલ વસાવા (4) આશારામ કાંતિલાલ વસાવા નાઓ મોટરસાઈકલ ઊભી રખાવી ને ગમે તેમ ગાળો બોલતા હોવાથી ફરિયાદીએ ગાળો બોલવા માટે ના કહેતા આ કામના આરોપીઓ આવેશ માં આવી જઈને મહેશભાઈ વળવી તથા પન્નાલાલ વળવી ને મોટરસાયકલ ઉપર થી નીચે ખેંચી ને ઢીકા પાટુ નો માર મારતા સાહેદ નિલેશભાઈ અર્જુનભાઈ વળવી વચમાં છોડાવવા માટે પડતા આ કામના આરોપીએ તેમને સળિયા વડે મારી ઇજા પહોંચાડેલ તથા અંજુબેન દિલીપભાઈ વળવી વચમાં છોડાવા માટે પડતા તેમને મોઢા પર તમાચા મારીને ગમે તે ગાળો બોલી તથા ફરિયાદી તથા સાહેદ ને જાનથી મારી નાખવાની ધમકી આપી જિલ્લા મેજીસ્ટ્રેટ નર્મદાના હથિયાર બંધી ના જાહેરનામાનો ભંગ કરતા આ કામના ફરિયાદી એ સાગબારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે

સદર ઘટનાની જાણ સાગબારા પોલીસને થતા પોલીસે આરોપી (1) દીપકભાઈ સેવંતાભાઈ વળવી (2) ગણેશભાઈ જાલમસીંગભાઈ વસાવા (3) અંકુરભાઇ કાંતિલાલ વસાવા (4) આશારામ કાંતિલાલ વસાવા તમામ રહે પલાસવાડા તાલુકો શાગબારા વિરુદ્ધ કાયદેસર ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે