અકસ્માતની ભીતિ: સિહોરમાં હાઇ-વે પર ધસી આવેલી માટી ન લેવાતા અકસ્માતની ભીતિ પ્રશ્નના ઉકેલમાં તંત્ર કોઇ ગંભીરતા દાખવતું નથી રાજકોટ રાજય ધોરી માર્ગ પર અનેક જગ્યાએ મોટા પ્રમાણમાં માટી ધસી આવી, મોટા મોટા ઢગલા થયા ચોમાસાના દિવસો ચાલી રહ્યા છે. અને બે -ત્રણ દિવસથી સિહોર પંથકમાં સારો વરસાદ પડી રહ્યો છે. આથી સિહોરમાંથી પસાર થતાં ભાવનગર-રાજકોટ રાજ્ય ધોરી માર્ગ પર વરસાદી પાણીની સાથે-સાથે માટી ધસી આવી છે. અને આ માટીને કારણે અકસ્માત થવાની શક્યતાઓ છે. સિહોરમાંથી પસાર થતાં ભાવનગર-રાજકોટ રાજય ધોરી માર્ગ પર અનેક જગ્યાએ મોટા પ્રમાણમાં માટી ધસી આવી છે. કંયાક તો નાના-નાના ઢગલાં પણ થઇ ગયા છે. પણ આ બાબતે તંત્ર કોઇ ગંભીરતા દાખવતું નથી. આ રોડ પરથી દિવસ દરમ્યાન કચ્છ-ભુજ, રાજકોટ, જામનગર, અમરેલી, સાવરકુંડલા, વડિયા, પાલિતાણા, ગારિયાધાર, જેસર, બાબરા,જુનાગઢ,કચ્છ-ભુજ, અમરેલી, જુનાગઢ, સાવરકુંડલા, પાલિતાણા, ગારિયાધાર, રાજકોટ, જામનગર, મોરબી, ધારી, પોરબંદર સહિતના નાના-મોટા શહેરોમાં જતાં-આવતા વાહનો બેશુમાર માત્રામાં પસાર થાય છે. રોડ પર માટી ધસી આવવાને કારણે નાના વાહનો સ્લીપ થવાની પૂરેપૂરી શકયતા રહેલી છે. અને અનાયાસે કોઇ અકસ્માત સર્જાઇ કે અકસ્માતમાં કોઇ જીવ ગુમાવે કે કોઇને ઇજા થાય તો તંત્ર પોતાની જવાબદારી સ્વીકારશે તે પણ એક પ્રશ્ન છે.