વડોદરા શહેરમાં વાયરલ ઈન્ફેક્શનના કેસો સતત વધી રહયા છે અને સાથે સાથે કોરોના ના કેસો પણ આવી રહયા છે, વડોદરા મહાનગરપાલિકાના ચોપડે નોંધાયેલા આંકડાઓ મુજબ છેલ્લા 36 કલાકમાં નવા 51 કેસ નોંધાયા હતા.
કોરોનાના કેસની કુલ સંખ્યા 99,507 પર પહોંચી ગઇ છે. વધુ 68 દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. અત્યાર સુધીમાં કુલ 98,648 દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. અત્યાર સુધીમાં કુલ મૃત્યુઆંક 544 પર પહોંચ્યો છે.

વડોદરા શહેરમાં એક્ટિવ દર્દીઓની સંખ્યા ઘટીને 351 થઇ છે. હાલમાં હોસ્પિટલોમાં 55 દર્દી દાખલ છે. જે પૈકી 2 દર્દી ઓક્સિજન અને 2 દર્દી વેન્ટિલેટર પર છે. હાલમાં શહેરમાં 204 લોકો ક્વોરન્ટીન છે.

વડોદરામાં અકોટા, એકતાનગર, અટલાદરા, છાણી, દંતેશ્વર, ફતેપુરા, ગોરવા, ગોત્રી, જેતલપુર, મકરપુરા, માંજલપુર, નવાપુરા, નવીધરતી, પાણીગેટ, સમા, સવાદ, સિયાબાગ, સુભાનપુરા, તાંદલજા, તરસાલી, વડસર, વારસિયા અને યમુનામીલ વિસ્તારમાં કોરોના ના નવા પોઝિટિવ કેસ નોંધાયા હોવાનું સરકારી ચોપડે નોધાયું છે સાથેજ અન્ય વાયરલ ઇન્ફેક્શન અને સીઝનલ રોગોનું પ્રમાણ વધ્યું છે.