" સ્વચછ સાગર સુરક્ષીત સાગર અભિયાન " અને " વિશ્ચ સાગર કિનારા સ્વચછતા દિવસ " તેમજ ગુજરાતના પનોતા પુત્ર અને વિશ્ર્વ નેતા દેશના વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદીના ૭૨ મા જન્મ દિવસ નિમીતે
આજરોજ તા.૧૭/૦૯/૨૦૨૨ ને શનિવારે સવારે ૧૧:૩૦ કલાક થી ૧:૩૦ કલાક સુધી જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના લોએજ ગામના અરબી સમુદ્ર કિનારે સફાઈનું ડો.વેજાભાઈ એમ.ચાંડેરા કન્વીનર જૂનાગઢ જિલ્લા ભાજપ શિક્ષક સેલ દ્વારા આયોજન કરવામાં આવેલ હતું .
તેમાં શ્રીમતી વી.એમ.ચાંડેરા શૈક્ષણિક સંકુલના સ્ટુડન્ટ અને સ્ટાફ મિત્રો,લોએજ ગોકુલ ગૌ સેવા સમાજના પ્રમુખ મસરીભાઈ બામરોટિયા , માંગરોળ તાલુકા પંચાયત કારોબારી ચેરમેન ગોવિંદભાઈ ચાંડેરા,લોએજના સરપંચ રવિભાઈ નંદાણિયા,કાનાભાઈ વાળા,હમીરભાઈ બામરોટિયા અને અન્ય સેવાભાવી યુવાનો પણ જોડાયા હતા આશરે ૧૫૦/- ઉપરની સંખ્યામાં આ કાયૅક્રમ ડો.વેજાભાઈ એમ.ચાંડેરાના માગૅદશૅન નીચે યોજાયો હતો.આશરે ૨૦૦/- કિલો જેટલું પ્લાસ્ટીક અંને અન્ય કચરો ભેગો કરવામાં આવ્યો હતો અને સમુદ્ર કિનારેથી નિકાલ કરવામાં આવ્યો હતો પ્લાસ્ટીક મુક્ત ભારત બને તેવા સ્ટુડન્ટોએ સપથ પણ લીધા હતા .અંતમાં રાષ્ટ્રગાન કરી સૌ છુટા પડ્યા હતા.