રાજપીપળામાં મધ્યાહ્ન ભોજન કર્મચારી સંઘ દ્વારા રેલી. જાણો શું છે તેમની માંગ ?!

હાલ ગુજરાતમાં વિવિધ કર્મચારી મંડળો દ્વારા પોતાની વિવિધ માંગોને લઈ સરકાર સામે ઉગ્ર દેખાવો અને આંદોલનો કરી રહ્યા છે ત્યારે મધ્યાન ભોજન કર્મચારી સંઘ નર્મદા દ્વારા આજે સમાન કામ સમાન વેતન ની માંગ સાથે રાજપીપળામાં રેલી કાઢી જિલ્લા કલેકટર કચેરીએ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેમાં દરેક તાલુકાના મધ્યાન ભોજન કર્મચારી સંઘ ના કર્મચારીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા અને સૂત્રોચ્ચાર સાથે રેલી કાઢી હતી

આવેદનમાં જણાવ્યા મુજબ ગુજરાત સરકારના પરિપત્ર હુકમ મુજબ રાજ્યની કચેરીઓમાં ફરજ બજાવતા અંશકાલીન કર્મચારીઓના મહેનતાણામાં વધારો કરવાનો ઠરાવ મુજબ ચાર કલાકથી વધુ સમયની કામગીરી માટે મૂકવામાં આવેલ અંશકાલીન કર્મીઓના કીસ્સામાં તેઓને રૂપિયા ૨૨૦/- પ્રતિદિન મહેનતાણું મૂકવાની જોગવાઈ છે તે મુજબ મધ્યાન ભોજન યોજનાના સંચાલકોને મહેનતાણું ચૂકવવામાં આવે, તેમજ નવી શિક્ષણનીતિ મુજબ દરેક પ્રાથમિક શાળાના પ્યુન ક્લાર્ક ની જગ્યા ઉપર આ યોજનાના કર્મીઓને અગ્રતા ક્રમ આપી નિમણૂક કરવામાં આવે ઉપરાંત યોજનાના મુખ્ય પાયાના કામદારો એવા શ્રમ અને રોજગાર વિભાગમાં નોંધાયેલા અસંગઠિત ક્ષેત્રના કામદારો તરીકે આઈડેન્ટીફાઈ થઈ રસોઈયા મદદનીશોને તેમની પ્રતિદિન મદદનીશોને વીમા કવચથી સુરક્ષિત કરી એપ્રોન, સાડી, ગ્લોઝ થી સુસજ્જ કરી ભારત સરકારની નવી શિક્ષણનીતિ જોગવાઈ મુજબ ભોજનમાતાનું નામકરણ કરવાની માંગણી કરાઈ છે