સમગ્ર ગુજરાતમાં વન વિભાગ નાં કર્મીઓ હડતાળ પર છે તયારે અમરેલી જિલ્લાનાં સાવરકુંડલા ખાતે સમગ્ર જીલ્લાના ફોરેસ્ટ કર્મચારીઓ એ અનોખો વીરોધ નોંધાવ્યો 

 સાવરકુંડલા માનવ મંદિર ના મહંત મહારાજ શ્રિ સંત ભક્તિરામ બાપૂ નાં માનવ મંદિર આશ્રમ માં વનકર્મી ઓ એ ૭૩ વૃક્ષો નું વાવેતર કરી દેશના યસસ્વી વડાપ્રધાન શ્રી મોદીજી નાં ૭૩ માં જન્મદિવસ નિ ઉજવણી કરવામાં આવી અમરેલી જિલ્લા નાં વન અઘિકારીઓ એ હાથે લીલી પટ્ટી બાંધી વૃક્ષા રોપણ કરી અનોખી રીતે વીરોધ નોંધાવ્યો હતો.ભક્તિરામ બાપુના હસ્તે વૃક્ષરોપણ કર્યું હતું..

સાવરકુંડલા નાં માનવ મંદીર ખાતે ફોરેસ્ટ કર્મીઓ એ હાથ પર લીલી પટ્ટી બાંધી વિરોધ પ્રદર્શન કર્યુ સાથે હમારી માંગે પૂરી કરોના સૂત્રો લગાવ્યા ..

ભારત દેશના વડપ્રધાન નરેન્દ્ર મોદીના 73મા જન્મ દિવસ નિમિતે વનરક્ષકો દ્વારા 73 વૃક્ષો વાવીને પોઝિટિવ મિડિયા મેસેજ દ્વારા 73 વૃક્ષો માનવ મંદીર ખાતે વાવી ને વીરોધ નોંધાવ્યો .. 

સાવરકુંડલા માનવ મંદિર ના મહંત ભક્તિરામ બાપૂ એ સિંહ અને પર્યાવરણ નું રક્ષણ કરનાર વન કર્મીઓ ઓની માંગ પૂરી કરવા મિડિયા સમક્ષ સરકાર પાસે માંગ કરી સંદેશો પહોંચાડ્યો હતો ...

આ સમગ્ર કાર્યક્ર્મ મા અમરેલી જિલ્લાના વન કર્મીઓ જોડાયા હતા અને જબરો વિરોધ નોંધાવ્યો હતો તેમજ સરકાર દ્વારા વનકર્મીઓ ની માંગ પૂરી કરવામાં નહી આવે તો ઉગ્ર આંદોલન વિધાનસભા ની બહાર ધરણા યોજવાની ચીમકી ઉચ્ચારી હતી ..

સવાંદદાતા: ભરતભાઇ ખુમાણ રાજુલા અમરેલી