જુનાગઢમાં રવિવારે માનવજાત ના મસીહા પૈગમબરે ઇસ્લામ ની જન્મ જયંતી સોરઠ મહાનગર મા ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી જેમાં પરંપરાગત રીતે વાલીએ સોરઠ ની દરગાહ પર ચાદર ચઢાવી જુલુસ ની શરૂઆત હજરત ગુલઝાર બાપુ ની આગેવાની મા થયેલ ઈદે એ મિલાદ ના જુલુસ બાબતે અગાઉ સરવા નું મતે નક્કી કર્યા મુજબ જુલુસ શરીયત ના દાયરામાં રહી કાઢવામાં આવેલ તહેવાર નિ ઊજવણી ના ઉત્સાહ મા કોઈપણ ઉન્માદ મા ના આવે તેની ખાસ તકેદારી રાખવામાં આવેલ
તેમજ જુલુસ રાબેતા મુજબ ના રૂટ વાલીએ સોરઠ થી લઈ સુખનાથ ચોક .જેલરોડ. કોર્ટે રોડ ચિંતાખાના ચોક. ઢાળ રોડ. માંડવી ચોક. ઝાલોરપા થઈ ઉધીવાડા ખાતે સંપન્ન થયેલ
અત્રે ઉલ્લેખનીય છેકે કોરોના મહામારી ને લઈ બે વર્ષ પછી જુલુસ નીકળી રહેલ હોય જેને લઈ મુસ્લિમ સમાજ મા અનેરો ઉત્સાહ જોવા મળેલ
જ્યારે વરસતા વરસાદ એ ડિવિઝન પી.આઈ. એમ એમ. વાઢેર તેમજ તેમની પોલિસ ટીમ દ્વારા ખડે પગે સુંદર બંદોબસ્ત જાળવવામાં આવેલ
આ તકે જુનાગઢ મહાનગર વિરોધ પક્ષના નેતા અદરેમાન ભાઈ પંજા.હનીફ ભાઈ જેઠવા. સફિભાઈ સોરઠીયા . અશરફ ભાઈ થયીમ.રજાકભાઈ હાલા.હાફિજ સલીમ સાબ રાજુભાઈ સાધં .લતીફ બાપુ કાદરી.વહાબ ભાઈ કુરેશી.સાજીદ ભાઈ વિધા.કાસમ ભાઈ જુનેજા. અશરફ હાલા. મહમદ હુસેન નારેજા.હનીફ બાબા.તાહીર ભાઈ મેમણ.સોહેલ સિદીકી.સહિત ના હાજર રહેલ. છે .
રિપોર્ટર રેશમા સમા જુનાગઢ