રસ્તામાં પડેલો થેલો કામ આવશે એવું વિચારી મહિલાએ ઉઠાવતા તેમાંથી રડવાનો અવાજ આવ્યો, ચેઇન ખોલી તો અંદર બાળકી
કહેવાય છે ને કે કળિયુગમાં જ્યારે બાળકનો જન્મ થતો હોય અને એને તેનાં જ માતા-પિતા તરછોડવા મજબૂર થતાં હોય છે ત્યારે માનવતા સામે સવાલ ઊભા થતા હોય છે. આવો જ એક કિસ્સો ભરૂચના નેશનલ હાઈવે પર, જ્યાં એક મહિલા થેલો ઉપયોગમાં લેવા માટે ગઈ અને એમાંથી દોઢ માસની માસૂમ નવજાત બાળકી મળી આવતાં તે પણ ધ્રૂજી ઊઠી હતી અને તેણે તાબડતોડ પોલીસને જાણ કરી હતી.