જૂનાગઢમાં સ્વામીનારાયણ મંદિર ખાતે દિવ્ય સંત સંમેલન યોજાયું
સાગર નિર્મળ
પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ વર્ષ ઉપક્રમે જુનાગઢ બી.એ,પી.એસ. સ્વામિનારાયણ મંદિર ખાતે અખિલ જુનાગઢ પ્રાંતના પૂજનીય મહામંડલેશ્વર સંત મહંતોનું દિવ્ય સંત સંમેલન યોજાયું.
-શ્રીમદ ભાગવત્ માં ભગવાને કહ્યું છે "સાધુ સંતો મારું હૃદય છે."
સંત પ્રભુવિમુખ જીવોને પોતાની પાસે લઈને તેમને કથીરમાંથી કુદન કરીને ભગવાન સમક્ષ મૂકે છે. પવિત્ર ગંગા હિમાલય કે કાશી પાસે આપણે પવિત્ર થવા જવું પડે. પરંતુ સંત તો સામા આપણે ઘેર આવે છે અને આપણને પવિત્ર કરે છે.. આવો અનંત મહિમા આપણે ત્યાં ભારતીય સંસ્કૃતિમાં સંતનો છે.
ભગવાન સ્વામિનારાયણના જીવન અને રુચિ અનુસાર બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ પણ ભારત સાધુ સમાજના સંતોને, તમામ ધર્માચાર્યોને ખૂબ જ આદર આપતા. સંતોના ધર્મસ્થાનોમાં તેઓ સ્નેહ સુહૃદભાવથી મળવા જતા, બી.એ.પી.એસ સંસ્થાના મહૉત્સવોમાં કે પ્રસંગોમાં સંતો મહંતો, ધર્મચાર્યોને નિમંત્રીને પ્રમુખસ્વામી મહારાજ તેમને આદર સત્કાર આપતા. જાતે પીરસીને સંતોને ભોજન પ્રસાદ સ્નેહથી જમાડતા, બી.એ.પી.એસ સંસ્થા સન ૨૦૨૩નું આ વર્ષ પ્રમુખસ્વામી મહારાજના જન્મ શતાબ્દી વર્ષ તરીકે વિવિધ અભિયાનો કાર્યક્રમો અને સેવા દ્વારા ઉજવી રહી છે. તે અંતર્ગત બી.એ.પી.એસ સંસ્થા ભારત વર્ષના ઘણા પ્રાંત શહેરોમાં પ્રમુખસ્વામી મહારાજની સ્મૃતિમાં ભારત સાધુ સમાજને નિમંત્રીને ઠેર ઠેર ભવ્ય સેન સમેલનો ઉજવી રહી છે. અને પ્રમુખરવામી મહારાજનો નિકટતમ સહવાસ સમાગમ માણનાર સંતો તેમને હૃદયથી યાદ કરી રહ્યા છે.
" બીજાના સુખમાં આપણું સુખ છે " આ સૂત્ર અપનાવીને જીવનભર સૌ સૌની સમાજમાં સમત્વ ભાવે સેવા કરનાર પ્રમુખસ્વામી મહારાજને આ સંતોએ નિહાળ્યા છે. સનાતન ધર્મની પરંપરામાં જેમણે દેશ-વિદેશમાં ૧૨૦૦ થી અધિક મંદિરો, ૧૧૦૦ થી વધુ સુશિક્ષિત સંતો સમાજમાં મૂકીને ભારતીય હિંદુ સંસ્કૃતિની જ્યોત અચળ પ્રજ્વલિત રાખી છે તેવા પ્રમુખસ્વામી મહારાજને યાદ કરીને ભારત સાધુ સમાજ હરિદ્વારના પૂર્વ અધ્યક્ષ રામસ્વરૂપ શાસ્ત્રીજીએ 'જગતમાં સાત્વિકતા નું વાતાવરણ પેદા કરનાર સમર્થ સંત" કહ્યા હતા. તો ભારત સાધુ સમાજના તત્કાલીન મંત્રીશ્રી હરિનારાયણાનંદજી પ્રમુખસ્વામીને કેવળ સ્વામિનારાયણ સંપ્રદાયના જ પ્રમુખ નહીં પણ સમરત સાધુ સમાજના પ્રમુખ માનતા. કે જેમણે લોકોના સામાજિક જીવનને ઉન્નત બનાવીને સંસારમાં મૃત સંજીવની ગણી. તો કોઈએ ' અમાની - માનદ - માન્ય સંત વિભૂત્તિ" કહ્યા.. વગેરે વગેરે અનેક દિવ્ય ગુણો ભારત સાધુ સમાજના આ મૂર્ધન્ય સંતોએ પ્રમુખસ્વામીના પ્રસંગે અનુભવ્યા છે. આ સંતના સનિધ્યમાં સહુએ પરમ શાંતિ અને પરમપ્રેમનો અનુભવ કર્યો છે.આવા ધર્મ, સંસ્કૃતિ અને સંતત્વના અવતાર સમાન પ્રમુખસ્વામી મહારાજે આપણા જૂનાગઢના સાધુ સંતો મહતો મંડલેશ્વરો અને આચાર્યો પ્રતિ ખૂબ જ આદર પ્રેમભાવ જતાવ્યો છે. સહુને હંમેશા હૃદયથી પોતાના માન્યા છે. તેઓ જુનાગઢ પધારતા ત્યારે ગિરનાર તળેટીમાં સૌ સંતો મહતોને મળવા તેમના આશ્રમે પધારતા. તેથી જ જુનાગઢ ક્ષેત્રના આ પૂજનીય સંતો પણ પ્રમુખસ્વામી મહારાજને હંમેશા પોતાના જ માનીને આજે બી.એ.પી.એસ સ્વામિનારાયણ મંદિર ખાતે પ્રમુખસ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવ ઉપક્રમે યોજાયેલ
“પાવનકારી સંત સંમેલનમાં” મોટી સંખ્યામાં પ્રમુખસ્વામી મહારાજની સ્મૃતિ પળો વાગોળી ગુણાનુગાન ગાઈને પ્રમુખસ્વામી મહારાજને ભાવાંજલિ સમર્પિત કરવા પધાર્યા હતા.
આ સંતો મહંતોને રેડ કાર્પેટનું સન્માન આપીને પૂજ્ય ભક્તિતનય સ્વામીએ મુખ્ય દ્વાર પર આવકાર્યા હતા. બાળકોએ પુષ્પવૃષ્ટિથી સંતોને વધાવ્યા હતા. મંદિરમાં તથા નીલકઠ વર્ણી અભિષેક મંડપમાં દર્શન અભિષેક કરીને સહુ પૂજનીય સંતોએ સભા મંડપમાં સભામંચ શોભાવ્યું હતું. સંસ્થાના પ્રસિદ્ધ વક્તા પૂજ્ય અપૂર્વમુની સ્વામીએ સ્વાગત વચનો દ્વારા સૌ પૂજનીય સંતોને સત્કાર્યા હતા. આ પાવનકારી સંત સંમેલનને દિવ્ય સાનિધ્યથી શોભાવવા તથા સંતોને વધાવવા બી.એ.પી.એસ સંસ્થાના વિદ્વાન વરિષ્ઠ સંત તથા જેઓ સતત ૪૫ વર્ષ ઉપરાંત પ્રમુખસ્વામી મહારાજના સેવા સંગાથી થઈને વિચર્યા એવા પૂજ્ય ડૉ.વિવેક સાગર સ્વામી ઉપસ્થિત રહ્યા હતા.
આ ભવ્ય પાવનકારી સંત સંમેલનમાં સભાપતિ પરમ પૂજ્ય શ્રી મુક્તાનંદ બાપુ (અખિલ ભારતીય સાધુ સમાજ પ્રમુખશ્રી) મહામંડલેશ્વર સ્વામીશ્રી પરમ પૂજ્ય હરિહરાનંદ ભારતીજી (ભારતી આશ્રમ ભવનાથ પૂજ્યપાદ મહંત શ્રી ઇન્દ્રભારતીજી મહારાજ (અખિલ ભારતીય ઉપાધ્યક્ષશ્રી ) પીર યોગીશ્રી પૂજ્ય શેરનાથ મહારાજ (ગોરખનાથ આશ્રમ ભવનાથ, પરમ પૂજ્ય શ્રીમહામંડલેશ્વર મહેન્દ્રગીરીબાપુ ( મુકુન્દ ગુફા, દામોદર કુંડ ) ધર્મભૂષણ પરમ પૂજ્ય સંતશ્રી રાજેન્દ્રદાસજી મહારાજ (તોરણીયા. અખિલ ભારતીય સંત સમિતિ સૌરાષ્ટ્ર પ્રદેશ પ્રમુખશ્રી ) સતાધાર મહંતશ્રી પરમ પૂજય વિજય બાપુ (આપા ગીગાની જગ્યા સતાધાર) મહંતશ્રી પરમ પૂજ્ય મહેશ ગીરીજી મહારાજ (ગુરુદત્તાત્રેય સ્થાન ગીરનાર) મહંતશ્રી પરમ પૂજ્ય મહાદેવ ગીરીજી મહારાજ (અખિલ ભારતીય સંત સમિતિ જૂનાગઢ જિલ્લા પ્રમુખશ્રી અવધૂત આશ્રમ ભવનાથ મહતશ્રી પરમ પૂજ્ય પ્રેમ સ્વરૂપ સ્વામીજી
(શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિર જુનાગઢ ) પરમ પૂજ્ય રામસ્વરૂપદાસજી (ચેલૈયાની જગ્યા બીલખા) વગેરે અનેક સંતો મહંતો ધર્માચાર્યે ગાદીપતિશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. મૂર્ધન્ય સંતોએ પ્રમુખસ્વામી મહારાજને યાદ કરતા વક્તવ્ય આપીને ભાવાંજલિ અર્પણ કરી હતી શ્રી મહેશગિરિ બાપુ એ (ગુરુ દતાત્રેય મહંત) , કે ‘પ્રમુખ સ્વામિ નુ કાર્ય એટલું વિશાલ થઇ ગયુ છે કે શબ્દો થી યકિત કરવું અઘરું છે એક એવું વ્યક્તિત્વ જેને જીવન ને સામાન્ય રાખ્યું અને સમજમાં કાર્ય અસામાન્ય કર્યુ!
મહામંડલેશ્વર હરિહરાનંદજી એ વાત કરી કે ભારતી આશ્રમ ખાતે બાપા ના ઘનિષ્ઠ સંબંધ રહ્યા, બંને મહાપુરુષો વચ્ચે વિચારોની આપલે થતી ભારતી બાપુ કહેતા કે સંસ્થા ચલાવી હોય તો પ્રમુખ સ્વામી પાસે જવું જોઈએ અને મે ખાસ જોયું કે પ્રમુખ સ્વામી એ ક્યારેય વિવાદ ન કર્યો, હમેશા તેમના માં નિર્વિવાદીપણું જોયું
બી.એ.પી.એસ સંસ્થા વતી પૂજ્ય વિવેક સાગર સ્વામી એ સાધુ સમાજ નું સન્માન કરતાં વક્તવ્ય આપ્યું હતું, પૂજ્ય ભક્તિતનય સ્વામી, પૂજ્ય શ્રીજી પ્રકાશ સ્વામી, પૂજ્ય કોઠારી ધર્મ વિનય સ્વામી વગેરે સંતોએ સૌ પૂજનીય સંત મહંતોને શાલ ઓઢાડીને પુષ્પાહાર પહેરાવીને વંદન કરીને સન્માનિત કર્યા હતા. આ પ્રસંગે બી.એ.પી.એસ સંસ્થાના વર્તમાન ગુરુ પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજે વિડીયો દ્વારા સૌ સંતોનો દર્શન કરીને અભિવાદન કર્યું હતું.
આ સમયે જુનાગઢના ભાવિક ભક્તો મોટી સંખ્યામાં સભામાં ઉપસ્થિત રહીને સહુ સંતો ધર્માચાર્યોનાં દર્શન અમૃતવાણીનો લાભ લઈને આનંદિત થયા હતા.
પૂજ્ય કોઠારી સ્વામીએ સહુ સંત સમાજનો હૃદયથી આભાર વ્યક્ત કર્યો હતો. સંત સંમેલન બાદ જુનાગઢ બી.એ.પી.એસ મંદિરના સહુ સંતો બ્રાહ્મણ ભક્તોએ ખૂબ જ ઉમંગ અને સ્નેહથી પૂજનીય સાધુ સંતોને સ્વયં જાતે પીરસીને ભોજન પ્રસાદ જમાડ્યો હતો.