ગીર સોમનાથ જિલ્લામાં કોમ્પ્રીહેન્સિવ હોર્ટીકલ્ચર ડેવલપમેન્ટ યોજના અન્વયે બાગાયતદાર ખેડૂતો પાસેથી આઈ-ખેડૂત પોર્ટલ મારફત અરજી મંગાવાઇ

Sponsored

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

------------

https://ikhedut.gujarat.gov.in પર અરજી તા.૩૧/૧૨/૨૦૨૨ સુધી કરી શકાશે

------------

ગીર સોમનાથ. તા.૧૬:ગીરસોમનાથ જિલ્લામાં ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩ માટે બાગાયત ખાતાની “કોમ્પ્રીહેન્સીવ હોર્ટીકલ્ચર ડેવલપમેન્ટ કાર્યકમ યોજના” (એચ.આર.ટી.-૨,૩,૪) ઘટકમાં ઓનલાઇન અરજી કરવા માટે આઈ-ખેડુતપોર્ટલ (https://ikhedut.gujarat.gov.in) તા.૩૧/૧૨/૨૦૨૨ સુધી ખુલ્લુ મુકવામાં આવેલ છે.

            આ કાર્યક્રમ હેઠળ વ્યકતિગત ખેડુત તથા ખેતી લાયક જમીન ધારણ કરેલ રજીસ્ટર્ડ ટ્રસ્ટ માટે ઓછામાં ઓછા ૨.૦૦ હેક્ટર અને મહત્તમ ૪.૦૦ હેકટરની મર્યાદામાં તેમજ એફપીઓ, એફપીસી, સહકારી મંડળી ના સભાસદોના કિસ્સામાં ઓછામાં ઓછા ૨.૦૦ હેક્ટર તથા મહત્તમ ૫૦.૦૦ હેક્ટર. સુધીના વાવેતર માટે સહાય આપવામાં આવશે. તેમજ બહુવર્ષાયુ ફળઝાડના વાવેતર ઘટક સાથે પિયતના સાધનો, બાગાયત યાંત્રીકરણ, બાગાયતી માળખાકીય સુવિધાઓ, વર્મી કંમ્પોસ્ટ યુનિટ, ગેપ સર્ટિફિકેશન ,પ્લાસ્ટીક આવરણ પૈકીના ઓછામાં ઓછા અન્ય બે ઘટકોનો પ્રોજેક્ટમાં સમાવેશ કરી અમલ કરવાનો રહેશે તેમજ એફપીઓ, એફપીસી અને સહકારી મંડળીના સભાસદો આ કાર્યક્રમ હેઠળ ઓછામાં ઓછા પાંચ ખેડૂત લાભાર્થીઓનો પ્રોજેક્ટમાં સમાવેશ કરી પ્રોજેક્ટ રજુ કરવાનો રહેશે.

જે ખેડુતમિત્રો બાગાયત ખાતાની સહાય યોજનામાં લાભ લેવા માંગતા હોય તેઓએ ઉપરોક્ત જણાવેલ સમયગાળા દરમ્યાન ગામના ઈ-ગ્રામ કેન્દ્ર અથવા ખાનગી ઇંટરનેટ સોર્સ મારફત પોતાના ૮-અ, ૭ અને ૧૨ નકલ, આધારકાર્ડ તથા ચાલુ બેંક ખાતાની વિગત સાથે લઈ જઈને લાભ લેવા માંગતા ઘટક હેઠળ સમયસર અરજી કરવી તેમજ અરજી કર્યા બાદ અરજીની કોપી અને ઉપર જણાવેલ સાધનીક કાગળો અરજી કર્યા બાદ દીન-૭ માં મા નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી,નગરપાલિકા સામે, વિનાયકપ્લાઝા,ત્રીજોમાળ, વેરાવળ ( ફોન.નં. ૦૨૮૭૬-૨૪૦૩૩૦) એ રૂબરૂ અથવા ટપાલથી જમા કરાવવા નાયબ બાગાયત નિયામકની યાદીમા જણાવવામાં આવ્યુ છે.