જિલ્લા આરોગ્ય અધિકારીની એક યાદીમાં જણાવ્યા પ્રમાણે સરકાર તરફથી આયુષ્માન કાર્ડ યોજના અંતર્ગત તબીબી સહાય માટે રૂપિયા પાંચ લાખની સહાય કુટુંબદીઠ મળવા પાત્ર છે. વઢવાણ તાલુકા હેલ્થ ઓફિસર અને સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા તરફથી ચાર લાખ સુધીની આવક મર્યાદા ધરાવતા, બીપીએલ લાભાર્થીઓ, વર્ષ 2011ની SECC યાદીમાં નામ ધરાવતા નાગરિકોને તથા જે લાભાર્થીઓનું મા અમૃતમ કાર્ડ તથા મા વાત્સલ્ય કાર્ડ ચાલુ હોય તેવા કાર્ડ પરથી આયુષ્માન ભારતનું કાર્ડ વ્યક્તિ દીઠ કાઢી આપવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત વઢવાણ તાલુકાના અર્બન વિસ્તારોમાં વઢવાણ જીઆઇડીસી, વઢવાણ નગરપાલિકા, રંભાબેન ટાઉનહોલ અને બાલાશ્રમ ખાતે તા. 20 સુધી સવારે 10 કલાકથી સાંજે 5:30 કલાક સુધી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેનો લાભ લેવા નાગરિકોને અનુરોધ કરાયો છે. આયુષ્માન કાર્ડ માટેના જરૂરી આધાર પુરાવા તરીકે આધાર કાર્ડ, રેશનકાર્ડ, આવકનો દાખલો, મા અમૃતમ કાર્ડ / મા વાત્સલ્ય કાર્ડ ચાલુ હોય તો આવકના દાખલાની જરૂર નથી તેમ વધુમા જણાવ્યું છે.