જસદણ તાલુકાના આટકોટ માં આવેલ કે.ડી.પરવાડિયા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં 50 વર્ષો મહિલા છેલ્લા એક વર્ષથી દર્દથી પીડાતા હતા અને વારંવાર લોહી ઉડી જવાની તકલીફ હતી. દુખાવો સતત રહેતો હોવાથી દર્દી આટકોટ કે.ડી.પરવાડિયા હોસ્પિટલ માં સારવાર માટે પહોંચ્યા હતા ને ત્યારે ડૉ. નિલેશ ચાવડા અને ડૉ. રાહુલ સિંહાર દ્વારા દર્દીના તમામ રિપોર્ટ કરવામાં આવ્યા હતા અને દર્દીને ગર્ભાશયમાં ઘણી બધી ગાંઠો હોવાનું જાણવા મળતાં ડોક્ટર્સ તેમજ તેમની ટિમ દ્વારા અત્યાધુનિક સાધનો અને ટેકનોલોજી માધ્યમથી સફળતાપૂર્વક ઓપરેશન કર્યું હતું અને દર્દીને સ્વસ્થ કરીને બે દિવસમાં હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. દર્દી અને પરિવારજનોએ આટકોટ કે.ડી.પરવાડિયા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના સ્વપ્ન દ્રષ્ટા ડોક્ટર ભરતભાઈ બોઘરાનો આભાર માન્યો હતો...