ગુજરાત ના ૫૩૦૨૯ આંગણવાડીઓ ની બહેનો આંદોલન ઉપર
ગુજરાત ના ૩૩ જિલ્લા જિલ્લાના ૨૬૭ તાલુકાના ૫૩૦૨૯ આંગણવાડીઓ બહેનોના પ્રશ્નોનું નિરાકરણ લાવવા મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત
ગુજરાત રાજ્યના આંગણવાડીઓ કાર્યકર અને તેડાગર બહેનો ની પડતર માંગીને લઈ છેલ્લા કેટલા દિવસોથી આંદોલન પર હોઇ આંગણવાડીઓ કાર્યકરોના પ્રશ્નો નું સુખદ નિરાકરણ લાવવા રાષ્ટ્રિય લોક અધિકાર મંચ નું મુખ્યમંત્રી ને લેખિત રજૂઆત કરવામાં આવી
ગુજરાતના હજારો આંગણવાડી કાર્યકર તેમજ તેડાગર બહેનો વેતન વધારો કાયમી નોકરીનો લાભ બઢતી સહિતના આઠ થી વધુ માંગણીઓ લઈ કેટલા સમય થી ગુજરાતના ના ખૂણે ખૂણે આંદોલન કરી રહીયા છે અને પડતર માંગો મામલે તાલુકા તેમજ જિલ્લા કક્ષાએ સતત આવેદનપત્રો આપી ને વિરોધ પ્રદશન કરી રહેલ છે ત્યારે દેશના જિમ્મેદાર નાગરિક તરીકે ભૂલકાઓમા સંસ્કાર નું સિંચન કરવાની સાથે એક માતાની જેવ જતન કરતી આંગણવાડી અને તેડાઘર કાર્યકરો બહેનોના પડતર માંગણીઓ અને પ્રશ્નનો નું સુખદ નિરાકરણ લાવવા માટે રાષ્ટ્રિય લોક અધિકાર મંચ ના રાષ્ટ્રિય અધ્યક્ષ તેમજ કાયદાના જાણકાર નિરજકુમાર ચૌહાણ ના માધ્યમથી ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ને લેખિત માં રજૂઆત કરવામાં આવેલ છે જે બાબતે સરકાર હકારાત્મક પગલાં લઈ અને દેશ ના ભાવી ભવિષ્ય ને નિર્માણ કરનાર આંગણવાડી અને તેડાઘર કાર્યકરો ને સત્વરે ન્યાય આપે તેવી આશા છે