લિંબાયતમાં નોંધાયેલા હત્યાના કેસમાં જેલવાસ ભોગવી રહેલાં આરોપી ઉમેશ પાટીલ દ્વારા પોતાના લગ્ન કરવા માટે 20 દિવસના વચગાળાના જામીન માંગતી અરજી કરી હતી. આરોપી ઉમેશ પાટીલની આ જામીન અરજીનો એપીપી અરવિંદ વસોયા દ્વારા વિરોધ કરી જણાવ્યું હતુ કે સંબંધીઓએ ક્યારેય છોકરી જોઇ નથી એટલું જ નહીં લગ્ન કરવા માટે કંકોત્રી પણ છપાવવામાં આવી નથી. પોલીસના અભિપ્રાય મુજબ ખોટી કંકોત્રી ઊભી કરવામાં આવી છે. દલીલો બાદ કોર્ટે હત્યાના આરોપી ઉમેશની જામીન અરજી નકારી હતી.