હિન્દુ ધર્મપ્રેમી ગૌભકતો અને સંગઠનો દ્વારા સરકારે જાહેર કરેલ ગૌમાતા માટે ૫૦૦ કરોડની મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજનાનો અમલ ન થતાં અમલીકરણ માટે સૌ હિન્દુ સમાજ ગૌભક્તો સાથે મળીને સરકારને કલેક્ટરના માધ્યમથી રેલી અને ગૌમાતાને જયઘોષ સાથેનું આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેમાં બહોળી સંખ્યામાં બનાસકાંઠા પંથકના સાધુ, સંતો અને ગૌશાળાઓના ગૌસેવકો તથા જીવદયાપ્રેમી અને હિંદુવાદી સંગઠનો જાેડાયાં હતાં.ગુજરાત સરકારે બજેટમાં ૫૦૦ કરોડની ગૌમાતા પોષણ યોજનાની જાેગવાઇ કરેલ છે. જેને આજે છ મહિના થવા છતાં અનેક ઉઘરાણીઓ અને અનેક આગેવાનોને મળીને ધક્કા અને ઉઘરાણી કરવા છતાં પણ કોઇ અમલીકરણ થયું નથી. સરકારે સહાય ન આપતાં ગૌશાળા/પાંજરાપોળોના સંચાલકોની હાલત ખુબ કફોડી થવા પામી છે. ગત ૭ સપ્ટેંબરે ભાભરના ગૌશાળામાં હજારો ગૌભક્તોની ઉપસ્થિતીમાં મહાસંમેલન યોજીને સરકાર દ્વારા ૧૪ સપ્ટેંબર સુધી કોઇ ર્નિણય નહી કરાય તો ૧૫મીથી ઉગ્ર આંદોલનનું આયોજન કરેલ છે. ત્યારે આજે ડીસા શહેરમાં મામલતદાર કચેરીમાં ગૌભક્તો દ્વારા ગૌમાતાની વ્હારે ચડી સરકાર સામે બાંયો ચડાવી છે અને નિર્ણય લીધો છે કે સમગ્ર જિલ્લામાં ત્યારબાદ રાજ્યભરમાં ગૌમાતાને પોષણ યોજના લાગુ કરવામાં આવે તે માટે રસ્તા પર ઉતરી બેનરો લગાડવામાં આવી રહ્યા છે જેનો આજે ડીસા મામલતદાર કચેરીએ વિવિધ સ્થળોએ ગૌમાતાને બચાવવા પોષણ યોજના લાગુ કરવા બેનરો લગાડવામાં આવ્યા હતા