અમરેલી, તા.૧૩ સપ્ટેમ્બર, ૨૦૨૨ (મંગળવાર) ભારત સરકાર યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય અંતર્ગત નહેરુ યુવા કેન્દ્ર, અમરેલી કચેરી દ્વારા "જિલ્લા યુવા ઉત્સવ"નું આયોજન કરવામાં આવ્યું છે. યુવા કલાકારો માટે ચિત્રકલા, કવિતાલેખન, ફોટોગ્રાફી, વક્તવ્ય સ્પર્ધા, સમૂહ સાંસ્કૃતિક કાર્યક્રમ (સ્પર્ધા) અને યુવા સંવાદ કાર્યક્રમો યોજવામાં આવશે. આ સ્પર્ધામાં ભાગ લેવા માટે અમરેલી જિલ્લાના વતની અથવા રહેઠાણના પુરાવો ધરાવતા હોય તેવા રહેવાસી અને ૧૫ થી ૨૯ વર્ષ સુધીના યુવક/યુવતી ભાગ લઇ શકશે. જિલ્લા કક્ષાની સ્પર્ધા વિજેતા રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે સ્પર્ધામાં ભાગ લેવા જઈ શકશે. પેઈન્ટિંગ, ફોટોગ્રાફી, કવિતા લેખન સ્પર્ધામાં પ્રથમ, દ્વિતીય અને તૃત્તિય વિજેતાને અનુક્રમે રુ.૧૦૦૦, રુ.૭૫૦ અને રુ.૫૦૦ છે. વક્તવ્ય સ્પર્ધા પ્રથમ, દ્વિતીય અને તૃત્તિય વિજેતાઓને અનુક્રમે રુ.૫૦૦૦, રુ.૨૦૦૦ અને રુ.૧૦૦૦ સાંસ્કૃતિક સ્પર્ધાની વિજેતા ટીમોને પ્રથમ, દ્વિતિય અને તૃત્તિય વિજેતાઓને અનુક્રમે રુ.૫૦૦૦, રુ.૨૫૦૦ અને રુ.૧૨૫૦ રહેશે. યુવા સંવાદ સ્પર્ધામાં ચાર વિજેતાને રુ.૧૫૦૦ પુરસ્કાર આપવામાં આવશે. આ સ્પર્ધામાં ભાગ લેનારા તમામ સ્પર્ધકોને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવશે. સ્પર્ધામાં ભાગ લેવા માટે ઓનલાઇન ફોર્મ ભરવા નહેરુ યુવા કેન્દ્ર અમરેલીના ટ્વીટર હેન્ડલ ઉપર લીંક ઉપલબ્ધ છે. આ સિવાય નહેરુ યુવા કેન્દ્રની કચેરી ખાતે સંપર્ક કરીને પણ ફોર્મ ભરવા. આ ફોર્મ ભરવાની છેલ્લી તા.૧૭ સપ્ટેમ્બર, ૨૦૨૨ છે. વધુ માહિતી માટે જિલ્લા યુવા અધિકારીશ્રી, નહેરુ યુવા કેન્દ્ર, રુમ નં.૩૦૨, ત્રીજો માળ, સી-બ્લોક, બહુમાળી ભવન, અમરેલી ખાતે સંપર્ક કરવો.

Sponsored

देव क्लासेज व मून रेस्टॉरेंट - बूंदी

देव क्लासेज व मून रेस्टॉरेंट की ओर सभी कोटा एवं बूंदी वासियों को नवरात्री, दशहरा तथा दीपावली की हार्दिक शुभकामनायें |

રિપોર્ટર. ભરતભાઇ ખુમાણ રાજુલા/ અમરેલી.