ડીસામાં તાવ-શરદીના કેસો વધતા દવા છંટકાવ શરૂ, સર્વે કરી બીમાર લોકોને તાત્કાલિક સારવાર કરાવવાની સલાહ આપી..
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं
બ્યૂરો રિપોર્ટ નીરજ બોરાણા બનાસકાંઠા
ડીસામાં છેલ્લા 15 દિવસથી તાવ અને શરદીના કેસોમાં રાફડો ફાટતા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. તાત્કાલિક ધોરણે અલગ અલગ ટીમો બનાવી સઘન સર્વેની કામગીરી હાથ ધરી મચ્છરજન્ય રોગને ડામવા માટે દવા છંટાકાવની કામગીરી શરૂ કરી છે..
ડીસા પંથકમાં છેલ્લા 15 દિવસથી મિક્સ ઋતુઓના કારણે તાવ અને શરદીના કેસોમાં નોંધપાત્ર વધારો થયો છે. મોટાભાગની ખાનગી અને સરકારી હોસ્પિટલોમાં દર્દીઓની લાંબી કતાર લાગી જાય છે. ત્યારે આરોગ્ય વિભાગે પણ તાત્કાલિક ધોરણે રોગચાળાને અટકાવવા માટે સગન સર્વેની કામગીરી હાથ ધરી છે..
ડિસ્ટ્રિક્ટ સર્વેલન્સ ઓફિસર ડો. જીગ્નેશ હરિયાણીના માર્ગદર્શન હેઠળ ડીસામાં આરોગ્ય વિભાગે અલગ અલગ ટીમો બનાવી અલગ અલગ વિસ્તારમાં સર્વેની કામગીરી હાથ ધરી છે..
તેમજ જ્યાં પણ ખુલ્લી ગટરો જોવા મળે ત્યાં બળેલુ ઓઇલ તેમજ દવાનો છંટકાવ કરી મચ્છરના ઉત્પતિ સ્થાનોને દૂર કરી રહ્યા છે..
આ સિવાય પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો ન થાય તે માટે લોકોને પણ આરોગ્ય વિભાગની ટીમો જાગૃત કરી ગંદકી ન કરવા માટે સલાહ આપી હતી અને આજુબાજુમાં કોઈપણ વ્યક્તિ કે બાળકને તાવ શરદી કે અન્ય કોઈપણ પ્રકારની બીમારી થાય તો તાત્કાલિક નજીકની સરકારી અથવા ખાનગી હોસ્પિટલમાં તાત્કાલિક સારવાર અપાવવા માટેની સલાહ આપી હતી..