ભુજ, બુધવારઃ
જિલ્લામાં આવેલ બેંકો, પેટ્રોલપંપ, વાઇટલ ઈન્સ્ટોલેશનો, ટોલનાકા, સિનેમાઘરો, હોટલો, શોપીંગ સેન્ટરો અને જવેલર્સનીદુકાનો વિગેરેમાં રોજબરોજ નાણાંની લેવડદેવડ થતી હોય છે. મોટા ભાગના કિસ્સાઓમાં કોઇ સિકયોરીટી ગાર્ડસ રાખતા નથી. આવા સંજોગોમાં ભવિષ્યમાં આવા બેંક લુંટ કે અન્ય કોઇ બનાવો ન બને અને બને તો તે અંગે આવેલ તમામ ઇસમોની હરકતજાણી શકાય માટે જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી પ્રવીણા ડી.કે. દ્વારા હુકમ જારી કરીને કચ્છ જિલ્લાની મહેસુલી હદમાં આવેલ તમામરાષ્ટ્રીય, ખાનગી તેમજ સહકારી બેંકો, પેટ્રોલપંપ, જવેલર્સની દુકાનો, શોપીંગ સેન્ટર, હોટલ, ટોલનાકા તેમજ સિનેમાઘરોએસીસીટીવી કેમેરા કેશીયરની કેબીન ઉપર, મેઇન દરવાજા ઉપર તથા ટ્રેઝરી ઉપર લગાવવા તેમજ તેમના હસ્તકના એ.ટી.એમ. સેન્ટરો, ગેર બેકીંગ સેન્ટરો (આંગણવાડી પેઢી, મની એકસચેન્જ) પેટ્રોલપંપો, ગેસ ફિલિંગ સેન્ટરો, વાઈટલ ઈન્સ્ટોલેશનો, જવેલર્સની દુકાનો, હેવી વોટર પ્લાન્ટ, તમામ પ્રાઈવેટ કંપનીઓ, શોપીંગ સેન્ટરો, મલ્ટીપ્લેસ થીયેટરો, કોમર્શીયલ સેન્ટરો, હોટલો, ગેસ્ટ હાઉસ, લોજીંગ-બોર્ડિગ, ધર્મશાળાઓ, અતિથીગૃહો, વિશ્રામગૃહો, રેસ્ટોરેન્ટ, ફાસ્ટફૂડ પાર્લર, બહુમાળીબિલ્ડીંગો, મોટા ધાર્મિક સ્થળો તેમજ જુદા જુદા પાર્ટી પ્લોટો તથા અતીથીગૃહો કે જયાં લગ્ન તેમજ અન્ય સામાજિક પ્રસંગોનાઆયોજન કરવામાં આવે છે તેના માલિકો/ઉપભોકતાઓ, વહીવટકર્તાઓએ તેમના ઉપર્યુકત ધંધાના સ્થળોએ પ્રવેશદ્વાર ઉપરપુરતા પ્રમાણમાં તાલીમબધ્ધ સિકયોરીટી ગાર્ડને મેટલ ડિટેકટર સાથે ફરજ પર નિયુકત કરવાના રહેશે અને ઉપરોકત તમામજણાવેલ તમામ સ્થળો ઉપર સી.સી.ટી.વી. (નાઈટ વિઝન તથા હાઈ ડેફીનેશન સાથેના સારી ગુણવત્તાવાળા સી.સી.ટી.વી. કેમેરા લગાડવાના રહેશે. તમામ માણસોને અવર-જવર વ્યવસ્થિત રીતે તેમજ કિલયર જોઇ શકાય અને પ્રવેશ કરતાં વાહનોનારજીસ્ટ્રેશન નંબર પ્લેટ સ્પષ્ટ રીતે દેખાય તે રીતે સી.સી.ટી.વી. કેમેરા લગાડવા તેમજ પેટ્રોલ/ડિઝલ/ગેસ ફિલિંગ સ્ટેશન બહારનાભાગે PTZ (પાન-ટીલ્સ ઝૂમ) કેમેરા લગાડવાના રહેશે અને તેનો ડેટા એક માસ સુધી સાચવી રાખવા અને આ ડેટા પોલિસઅધિકારી તરફથી માંગણી કર્યે આપવા આ હુકમમાં જણાવાયું છે.
આ જાહેરનામું તા.૧૨/૧૧/૨૦૨૨ સુધી અમલમાં રહેશે. આ હુકમ કચ્છ જિલ્લાના સમગ્ર વિસ્તાર માટે લાગુ પડશે. આ હુકમનોભંગ કે ઉલ્લંઘન કરનાર ભારતીય દંડ સહિતાની કલમ ૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર થશે.