ભુજ, બુધવારઃ

કચ્છ જિલ્લો જમીન અને દરિયાઇ જળ સીમાથી પાકિસ્તાન સાથે જોડાયેલ હોઇ તેમજ હાલના સંજોગો જોતા આંતકવાદીસંગઠ્ઠનો ભારત રાષ્ટ્રમાં પોતાનું નેટવર્ક ફેલાવી રહયાના ઈનપુટો અવાર-નવાર પ્રાપ્ત થતા હોય છે. કચ્છ જિલ્લાના વિસ્તારમાંઆવેલ વાઇટલ ઈન્સ્ટોલેશન, આર્મી કેન્ટોનમેન્ટ, વી.વી.આઇ.પી./વી.આઇ.પી. રહેઠાણ તેમજ કચેરીઓ, અગત્યની સરકારીકચેરીઓ વગેરે જગ્યાની સુરક્ષા કરવાની જવાબદારી પોલીસની છે તેમજ કચ્છ જિલ્લામાં વસતા લોકોને શારીરિક હિંસાપહોંચાડી શકવાની શકયતા તેમજ જિલ્લાની તેમજ રાજયની સલામતી જોખમમાં મૂકાય તે શકયતા નકારી શકાય નહીં.

કચ્છ જિલ્લામાં દેશ વિરોધી સંગઠ્ઠનો, આતંકવાદીઓ અને ભાંગ ફોડીયા તત્વો માનવ રહિત રીમોટ સંચાલિત વિમાન જેવાસાધનો અથવા માનવ સંચાલિત નાની સાઈઝના વિમાન જેવા સંશાધનો અથવા એરોસ્પાર્ટસમાં વપરાતા ઉપકરણો (SUB-CONVENTIONAL AERIAL PLATFORM) ના ગેરલાભ લઇ કચ્છ જિલ્લાની સુરક્ષાને હાની પહોંચાડવાની શકયતા નકારીશકાય નહીં. પ્રકારના સાધનોથી જિલ્લામાં આતંક ફેલાવી, સુલેહ શાંતિ જોખમાય તેમજ લોકોના જાનમાલને નુકશાન કરે તેવીશકયતા રહેલી છે.

જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી પ્રવીણા ડી.કે. દ્વારા તેમને મળેલ અધિકારની રૂએ કચ્છ જિલ્લાના વિસ્તારમાં રીમોટ કન્ટ્રોલથી ચલાવવામાંઆવતા ડ્રોન (DRONE), કવાડ કોપ્ટર (QUAD COPTER), પાવર્ડ એરક્રાફટ (POWERED AIRCRAFT), તેમજ માનવસંચાલિત માઇક્રો લાઇટ એરક્રાફટ (MICRO LIGHT AIRCRAFT), હેંગ ગ્લાઇડર/પેરાગ્લાઇડર (HANG GLIDER/PARA GLIDER), પેરા મોટર (PARA MOTOR) તેમજ હોટ એર બલુન્સ (HOT AIR BALOONS) તથા પેરા જમ્પીંગ (PARA JUMPING) ચલાવવાની મનાઇ ફરમાવેલ છે.

જાહેરનામા અન્વયે સરકારી વિભાગો, પોલીસ વિભાગ અને સુરક્ષાબળોના ઉપરોકત સંશાધનોને જાહેરનામામાંથીમુકિત આપવામાં આવી છે અને હુકમનો તા.૧૨/૧૧/૨૦૨૨ સુધી અમલ કરવાનો રહેશે.