ભુજ,બુધવાર 
વર્તમાન સમયના હવામાનને જોતા બે દિવસ દરિયો નહી ખેડવા માટે સાવચેતી રાખવા માટે કચ્છ જિલ્લાના માછીમારોને જિલ્લા મત્સ્ય અધિકારીશ્રી જયેશભાઈ તોરણીયા દ્વારા કચ્છ સલાહ આપવામાં આવી છે. હવામાન વિભાગ અમદાવાદના બુલેટિન મુજબ આગામી ૧૫મી સપ્ટેમ્બર ૨૦૨૨- આવતીકાલ દરમિયાન કચ્છના દરિયામાં ભારે કરંટ રહેવાની સંભાવના હોય, દરિયામાં વધારે કરંટ રહેવાના પગલે જિલ્લાના તમામ મત્સ્યકેન્દ્ર ખાતેના માછીમારો,  નાત પટેલો, આગેવાનો તથા મંડળીના સભાસદોને દરિયા કિનારા ઉપર પોતાની બોટોને સલામત સ્થળે લાંગરવી તેમજ પોતાના  જાનમાલની તકેદારી રાખવી અને માછીમારી અર્થે દરિયો ન ખેડવાની સલાહ આપવામાં આવે છે. માછીમારોને સાવચેતી રાખવા માટે તેમજ કચ્છ જિલ્લાના જખૌ, ઝરપરા, મુન્દ્રા અને માંડવીના બંદરો પર વિશેષ સાવધાની રાખવા જિલ્લા મત્સ્ય અધિકારીશ્રી  અખબારી યાદીમાં જણાવાયું છે.