જિલ્લા યુવા વિકાસ અધિકારી, ગાંધીનગર દ્વારા જિલ્લા કક્ષાની નવરાત્રિ રાસ- ગરબા હરિફાઇનું આયોજન કરવામાં આવ્યું છે. આ હરિફાઇમાં સહભાગી થવા માટેનું ફોર્મ તા. ૧૪મી સપ્ટેમ્બર, ૨૦૨૨ સુધી ભરી શકાશે.  

આ સ્પર્ધામાં પ્રાચીન ગરબા તથા અર્વાચીન ગરબા સ્પર્ધામાં ૧૪ થી ૩૫ વર્ષના બહેનો ભાગ લઈ શકશે. રાસની સ્પર્ધામાં ભાગ લેનારની વય ૧૪ થી ૪૦ વર્ષ સુધીની રહેશે . રાસ તથા પ્રાચીન, અર્વાચીન ગરબાનો સમય ૬ થી ૧૦ મિનિટનો રહેશે . રાસ તથા પ્રાચીન, અર્વાચી ગરબામાં ભાગ લેનાર વ્યક્તિઓની સંખ્યા ૧૪ થી ૧૬ રાખી શકાશે. સંગીતકાર ૪ (ચાર) રાખી શકશે. 

આ હરિફાઇમાં સહભાગી થવા માટે નિયત નમૂનાનું ફોર્મ, આધારકાર્ડની નકલ સાથે રાખી તા.૧૪/૦૯/૨૦૨૨ સુધીમાં ક્ચેરીના કામકાજના દિવસો દરમિયાન જિલ્લા રમત-ગમત અધિકારીની કચેરી, છઠ્ઠો માળ, સી વીંગ, સહયોગ સંકુલ, સેકટર-૧૧, પથિકાશ્રમની બાજુમાં, ગાંધીનગર.આપવાના રહેશે. 

 તા.૧૪/૦૯/૨૦૨૨ પછી આવનાર ફોર્મ તથા અધુરી વિગત વાળા ફોર્મ સ્વીકાર્ય રહેશે નહી. કાર્યક્રમનો સમય પત્રક તથા સ્પર્ધાના નિયમો કચેરીના બ્લોગ એડ્રેસ https ://youthofficercandhinagar.wordpress.com પરથી તથા જિલ્લા રમત-ગમત કચેરી સહયોગ સંકુલ “સી” વિંગ્સ, છઠ્ઠો માળ, સહયોગ સંકુલ, પથિકાશ્રમ પાસે, ગાંધીનગર ખાતેથી કચેરી સમય દરમ્યાન મેળવી શકાશે, તેવું જિલ્લા યુવા વિકાસ અધિકારીએ જણાવ્યું છે