મૃતક મહિલા સંબંધો અને વ્યવહારમાં આડે આવતી હોઇ

Sponsored

ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा

ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

હત્યા નીપજાવ્યાની આરોપીની કબૂલાત

જૂનાગઢના સુખનાથ ચોક પાસે ચાર દિવસ પૂર્વે બનેલી હિટ

એન્ડ રનની ઘટનામાં નવો વળાંક આવ્યો છે. પોલીસની

તપાસમાં મહિલાની હત્યા નિપજાવાઈ હોવાનો ખુલાસો

થયો છે. આરોપીએ કારની ટક્કર મારી હત્યાના બનાવને

અકસ્માતમાં ખપાવવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હોવાની

વિગતો સામે આવી છે. આરોપીના સંબંધમાં અને વ્યવહારમાં

મૃતક મહિલા આડે આવી રહી હોઇ તેની હત્યા નીપજાવી

હોવાની આરોપીએ કબૂલાત કરી છે.ચાર દિવસમાં જ ગુનાનો ભેદ ઉકેલાયો

ચાર દિવસ પહેલાં જૂનાગઢના સુખનાથ ચોક પાસે

હસીનાબેન ચાલીને જઈ રહ્યા હતા ત્યારે પાછળથી આવેલા

એક કારચાલકે જોરદારની ટક્કર મારી હતી. અકસ્માત

સર્જી કારચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ જતાં પોલીસે

અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.અકસ્માત નહીં હત્યાનો ખુલાસો

જૂનાગઢના સુખનાથ ચોક પાસે હનુમાન ગલીમાં રહેતાં મૃતક

મહિલાના ભાઈ રફીકભાઈ અલ્લારખા ચૌહાણ ગામેતીએ

'એ' ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અજાણ્યા વાહનચાલક

સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે બનાવ શંકાસ્પદ લાગતા

આ વિસ્તારના સીસીટીવીની તપાસ કરી હતી. જેમાં એક

સીસીટીવીમાં આખી ઘટના કેદ થઈ હતી. પોલીસ કારના

નંબરના આધારે કારના ચાલક સુધી પહોંચી હતી. કારચાલકની પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો

સુખનાથ ચોક પાસે અકસ્માત સર્જી ફરાર થઈ ગયેલા કારના

ચાલક આદિલખાન હનિફખાન લોદીની ઝડપી પૂછપરછ

હાથ ધરી હતી. જેમાં આરોપીએ પોલીસ સમક્ષ હત્યા કરી

હોવાની કબૂલાત કરી હતી.

મર્ડરનો પ્લાન બનાવી ગુનાને અંજામ આપ્યો

મૃતક મહિલા આરોપીના સંબંધમાં અને વ્યવહારમાં આડે

આવતી હોઇ આરોપી આદિલખાને હત્યા કરવાનો પ્લાન

ઘડ્યો હતો. ચાર દિવસ પહેલાં સુખનાથ ચોક પાસેથી

મહિલા જ્યારે પસાર થઈ રહી હતી ત્યારે જ આરોપી

પાછળથી કાર લઈને આવ્યો હતો અને મહિલાને પાછળથી

ટક્કર મારી ફરાર થઈ ગયો હતો.

રિપોર્ટર રેશમા સમા જુનાગઢ