રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રેરિત ધન્વંતરી ટ્રસ્ટ દ્વારા આયોજિત સેવા સંવેદના શિબિરમાં દક્ષિણ-મધ્ય ગુજરાતની મેડીકલ કોલેજના 146 છાત્રોએ દાહોદના 23 ગામોમાં ગ્રામ્ય જીવનનો અનુભવ કર્યો ( રાજ કાપડિયા 9879106469  સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો ) રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રેરિત ધન્વંતરી ટ્રસ્ટ, ગુજરાત આયોજિત મેડીકલની તમામ શાખાઓના વિદ્યાર્થીઓની રાજ્યનાં ચાર વિવિધ સ્થળોએ યોજાયેલ સેવા સંવેદના શિબિર પૈકી એક શિબિર દાહોદમાં દિનાંક 7,8,9 માર્ચ-2025 એમ ત્રણ દિવસ માટેની શિબિર આજે સંપન્ન થઈ. જેમાં દાહોદ, પંચમહાલ, મહીસાગર, ખેડા-આણંદ, વડોદરા અને ભરૂચમાં આવેલ મેડિકલ કોલેજો માંથી 11 મેડિકલ ના 146 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. સદગુરુ ફાઉન્ડેશન, ચોસાલા ખાતે બેઝ કેમ્પમાં વિધાર્થીઓને માર્ગદર્શન આપવામાં માટે સંઘના અધિકારી પશ્ચિમક્ષેત્ર સહક્ષેત્ર પ્રચારક ચિંતનભાઇ ઉપાધ્યાય, સદગુરુ ફાઉન્ડેશનના MD શર્મિષ્ઠાબેન જગાવત, ઝાયડસ હોસ્પિટલ,દાહોદ 

ના CEO ડૉ.સંજયકુમાર ,RSS ગુજરાત પ્રાંત સંઘચાલક ડો.ભરતભાઇ પટેલે મેડિકલ સેવા, અનુશાસન, નાગરિક કર્તવ્ય જેવાં વિવિધ વિષયો પર સત્રો લીધાં હતાં, ઉપરાંત રમતો અને સાંસ્કૃતિક કાર્યક્રમોનો અનુભવ લીધા બાદ બીજા દિવસે તમામ શિબિરાર્થીઓ દાહોદ તાલુકાનાં વિવિધ 23 જેટલાં ગામોમાં ગ્રામ્ય દર્શન માટે ગયા હતાં, જ્યાં તેઓ ગામ લોકોનાં ઘરે નિવાસ કર્યો હતો અને ગામમાં વિવિધ સ્થાનોએ મુલાકાત કરી હતી. 

સામાજિક, શૈક્ષણિક, આર્થિક, સ્વાસ્થ્ય તમામ બાબતો અંગે અધ્યયન કરી શિબિરાર્થીઓ સમાપન સમારોહ માટે દ્રષ્ટિ નેત્રાલય, દાહોદ ખાતે આવ્યા હતા જ્યાં તેમણે હોસ્પિટલની સેવાઓ વિષે જાણકારી મેળવી હતી અને આ શિબિર ના ત્રણ દિવસના અનુભવ ને વર્ણવતા અનેરો આનંદ અને ઉત્સાહની લાગણી અનુભવી હતી અને દાહોદના અંતરીયાલ વિસ્તારમાં નિવાસી લોકો માટે કાંઈક કરવાનો મન સંકલ્પ કર્યો હતો.શિબિરમાં ધન્વંતરી ટ્રસ્ટ, ગુજરાતના ટ્રસ્ટીઓ, ડો . કૌશલ પટેલ ઉપરાંત રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યકર્તાઓ તથા ગુજરાત સરકાર ના કેબિનેટ મંત્રી શ્રી કુબેરભાઈ ડીંડોડ, જીલ્લા પંચાયત પ્રમુખ શ્રી પર્વતભાઇ ડામોર, દાહોદ વિધાનસભા ના ધારાસભ્ય શ્રી કનૈયાલાલ કિશોરીજી પણ ઉપસ્થિત રહ્યાં હતાં જેમણે શિબિરાર્થીઓમા અનુશાસન, સમય પાલન, ટીમ વર્ક જેવાં ગુણો નિર્માણ થાય તે માટે વિવિધ સત્રો અને પ્રવૃત્તિઓ દ્વારા માર્ગદર્શન કર્યું હતું.