સુપરબગ દુનિયાની સૌથી ખતરનાક બીમારી બનીને સામે આવી રહી છે. અમેરિકા પણ આ રોગના પ્રકોપથી ગભરાઈ ગયું છે.કોરોના બાદ આ બીમારીએ દુનિયામાં હાહાકાર મચાવ્યો છે. યુએસ સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન ડિપાર્ટમેન્ટ (સીડીસી)ના રિપોર્ટ અનુસાર, આ રોગ પર કોઈ પણ જાત ની દવાઓની અસર નથી. જો આપણે એશિયાની વાત કરીએ તો ભારતમાં આ બીમારીનાં કારણે સૌથી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. મેડિકલ જર્નલ લેન્સેટના રિપોર્ટ અનુસાર ભવિષ્યમાં દર વર્ષે સુપરબગ્સને કારણે 1 કરોડ લોકો પોતાનો જીવ ગુમાવશે. સુપરબગ બન્યા પછી, તે એક બીજા ના શરીર ના સ્પર્શ થી, કોઈ ઘા, લાળ અને જાતીય સંબંધ દ્વારા લોકોમાં ફેલાય છે. સુપરબગ રોગ થયા પછી દર્દીઓ પર કોઈ દવાઓની પણ અસર થતી નથી, આવી સ્થિતિમાં દર્દીને ઘણી પીડામાંથી પસાર થવું પડે છે. હાલમાં સુપરબગ માટે કોઈ દવા શોધાઈ નથી, પરંતુ યોગ્ય નિવારણ દ્વારા આપણે તેને રોકી શકીએ છીએ. સુપરબગ એ બેક્ટેરિયા, વાયરસ અને પરોપજીવીનો તાણ છે. આ એન્ટિબાયોટિકના વધુ પડતા દુરુપયોગને કારણે થાય છે. હાલમાં તેના પર કોઈપણ પ્રકારની દવાનો અસર થતો નથી. CDC નાં રિપોર્ટ અનુસાર અમેરિકામાં દર વર્ષે "50 હજાર" લોકો સુપરબગ્સને કારણે પોતાનો જીવ ગુમાવે છે. મેડિકલ જર્નલ લેન્સેટના રિપોર્ટ અનુસાર વિશ્વભરમાં દર વર્ષે સુપરબગ્સ થી લગભગ 50 લાખ લોકોનો પોતાનો જીવ ગુમાવે છે. સુપર બગ રોગ અન્ય રોગો કરતાં વધુ ઝડપથી ફેલાય છે. રિપોર્ટ અનુસાર સુપરબગ્સના કારણે સૌથી વધુ મૃત્યુ પશ્ચિમ આફ્રિકામાં નોંધાયા છે. એશિયામાં ભારતમાં સૌથી વધુ મૃત્યુ દર નોંધવામાં આવ્યો હતો.