વઢવાણ તાલુકાના ખારવા ગામે ધોધમાર વરસાદ બાદ વાડાની દિવાસ ધસી પડતાં 7 ગાયના મોત થયા છે. મળતી માહિતી પ્રમાણે ખારવા ગામના ભરવાડ વાસમાં આવેલા વાડામાં બાંધેલી 7 ગાયો પર દિવાલ અને વાડાની પતરાની છત પડતાં સાત જેટલી ગાયના મોત થયા છે.મહત્વનું છે કે ગઈકાલે 13 સપ્ટેમ્બરના રોજ વઢવાણ તાલુકાના ખારવા ગામે કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ ખાબક્યો હતો. ખારવા ગામમાં આશરે સાડા ચાર ઈંચ જેટલો વરસાદ એક જ દિવસમાં ખાબકતાં ઠેર ઠેર પાણી ભરાયા હતા. ભારે વરસાદના કારણે ખારવા ગામના ભરવાડ વાસમાં રહેતા હરેશભાઈ પોપટભાઈ સિંધવ (ભરવાડ)ના ગાયના વાડાની દિવાલ તૂટી પડી હતી.દિવાલ તૂટી પડતાં ઉપર રહેલો પતરાનો સેડ પણ ધરાશાયી થઈ ગયો હતો. જેના કારણે વાડામાં બાંધેલી 7 જેટલી ગાયો મોતને ભેટી હતી. પશુપાલકની એક સાથે 7 ગાય મોતને ભેટતાં પરિવારમાં અને ગ્રામજનોમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
આઈ.એસ.ટી.ડી ચેપ્ટર-વડોદરા ગ્રુપ જોડેથી પ્રાથમિક શાળાના બાળકો માટે કમ્પ્યુટર સેટની ભેટ મેળવતા શિક્ષક- રાજેશ પટેલ
આઈ એસ ટી ડી ચેપ્ટર- વડોદરા ગ્રુપ દ્વારા પ્રાથમિક શાળાના બાળકો માટે કમ્પ્યુટર સેટ ભેટ મેળવતા...
વલસાડ જિલ્લામાં ત્રીજા દિવસે પણ વરસાદી માહોલ યથાવત
વલસાડ જિલ્લામાં ત્રીજા દિવસે પણ વરસાદી માહોલ યથાવત
घर में रखे अनाज की बोरियों पर लेटे हुए 26 वर्षीय युवक की सर्प दंश से हुई मौत,शाहनगर पुलिस ने पंचनामा कार्यवाही कर कराया शव का पीएम।
बताया गया है किपन्ना जिले की ग्राम पंचायत ताला के डोंडा गांव में 26...