વી.જે.મદ્રેસા સંકુલમાં સામાન્યજ્ઞાન-બુધ્ધિ કસોટી પરીક્ષા પરીક્ષા વિકાસ વર્તુળ ટ્રસ્ટ ભાવનગર દ્વારા યોજાઈ હતી જેમાં ગુજરાતી મીડીયમ અને ઈંગ્લીશ મીડીયમના 300 વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓએ પરીક્ષા આપી હતી.
ક્લાર્કથી લઇને ઓફિસર સુધીની સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે ઉપયોગી થતી અને વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી સાથે આત્મવિશ્વાસમાં વધારો કરતી બુદ્ધિ કસોટીનું આયોજન વિકાસ વર્તુળ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે.
 વી. જે. મદ્રેસાના ઓન સેક્રેટરી  ફારૂકભાઈ સૂર્યા , પ્રિન્સિપાલ ઇસ્માઇલ મુલતાનીએ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પૂરું પાડ્યુ હતું.
વિકાસ વર્તુળ ટ્રસ્ટ ભાવનગર એ  વ્યક્તિના વિકાસ માટે સાચું અને સમયસર માર્ગદર્શન આપતી અનોખી સંસ્થા છે. વિદ્યાર્થીઓને કારકિર્દીલક્ષી માર્ગદર્શન આપી ઉચ્ચ કારકિર્દી તરફ આગળ વધારવા અને બેરોજગારોને રોજગારલક્ષી માર્ગદર્શન પૂરું પાડી તેની કારકિર્દી ઘડવામાં મદદરૂપ થવા  પ્રયત્નો કરવામાં  આવે છે. .