ધારપુર ગામે આંગણવાડી કેન્દ્ર નંબર-૨૦૦ નું લોકાર્પણ કાર્યક્રમ યોજાયો

વિશ્વાસ થી વિકાસ યાત્રા અંતર્ગત આજરોજ પાટણ તાલુકાના ધારપુર ગામે આંગણવાડી કેન્દ્ર નંબર - ૨૦૦ નુ લોકાર્પણ કાર્યક્રમ પાટણ તાલુકા પંચાયત પ્રમુખ પ્રેમીલાબેન પટેલ હસ્તે કરવામાં આવ્યું આ પ્રસંગે પાટણ તાલુકા ભાજપ મહામંત્રી હરીભાઇ પટેલ, પાટણ તાલુકા પંચાયત સામાજિક ન્યાય સમિતિ ના ચેરમેન નરેશભાઈ પરમાર ધારપુર ગામના પુર્વ સરપંચ શ્રી પ્રધાનજી ઠાકોર, પુર્વ ઉપસરપંચશ્રી જયંતીભાઈ પટેલ, પાટણ તાલુકા યુવા ભાજપ મંત્રી ફતેસિંહ ઠાકોર, સી.ડી.પી.ઓ ચૈતાલીબેન , મુખ્ય સેવિકા બેન દક્ષાબેન, નીલમબેન, તલાટીશ્રી પૂનમબેન જોષી વહીવટદાર નવીનભાઈ પટેલ તેમજ આંગણવાડીની બહેનો તેમજ ગામના લોકોએ હાજરી આપી.