અમરેલી, તા.૧૨ સપ્ટેમ્બર, ૨૦૨૨ (મંગળવાર) તા.૧૩/૦૯/૨૦૨૨ના રોજ સાંજે ૬.૧૦ કલાકે અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના ખાખબાઈ ગામ પાસેની ધાતરવડી નદી ઉપર આવેલા ધાતરવડી–૨ સિંચાઈ યોજનામાં તે જળાશય ડિઝાઇન સ્ટોરેજના પૂર્ણ સપાટીએ ભરાયો છે. ડેમ સાઈટ થતાં ઉપરવાસમાં વરસાદ થતાં જેથી ધાતરવડી—૨ જળાશયનું રુલ લેવલ જાળવવા માટે ગમે તે સમયે દરવાજા ખોલવામાં આવે તેમ છે. આથી

નીચાણ વાળા વિસ્તારના ગામ લોકોને નદીના પટમાં અવર જવર ન કરવા તથા સાવચેત રહેવા ચેતવણી છે. મહત્વનું છે કે, 

અમરેલી જિલ્લાના રાજુલા તાલુકા ના ખાખબાઈ, હિંડોરણા, છતડીયા, વડ, ભચાદર, ધારાનો નેસ, ઉચૈયા, રામપરા –૨, અને કોવાયા તથા જાફરાબાદ તાલુકાના લોઠપુર સહિતના 

ગામના લોકોને નદીના પટમાં અવર જવર ન કરવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સૂચના છે.

રિપોર્ટર.ભરતભાઇ ખુમાણ રાજુલા/ અમરેલી